મહિલા કોલેજનો પ્રોફેસર કરી રહ્યો હતો એવું ગંદુ ગંદુ કામ કે જયારે ભાંડો ફૂટ્યો તો…

રાજય અને દેશભરમાંથી ઘણીવાર ગંદુ કામ કરાવી અને યુવતિઓને ફસાવવામાં આવતી હોવાની ઘટના સામે આવતી રહે છે. આવા રેકેટમાં અનેક વખત યુુવતિને કે સગીરાને કંઇક પીવડાવી તેની સાથે ગંદુ કૃત્ય કરવામાં આવતુ હોય છે. હાલમાં આવો એક કિસ્સો મહિલા કોલેજમાંથી સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક મહિલા કોલેજમાં ગણિત ભણાવતા પ્રોફેસર દ્વારા ગંદા કામના રેકેટ ચલાવવાનો મામલો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીએ પ્રોફેસરના કૃત્ય અંગે પોલીસને જાણ કરી હતી. રહસ્ય ખુલ્યા બાદ પ્રોફેસર ફરાર થઈ ગયો છે. આરોપી પ્રોફેસર સરકારી મહિલા કોલેજમાં ભણાવે છે.(તમામ તસવીર પ્રતિકાત્મક છે)

કામરાન આલમ ખાન નામનો પ્રોફેસર કોલેજની વિદ્યાર્થીનીઓને ફસાવીને તેમના રૂમમાં લઈ જતો હતો. તે વિદ્યાર્થિનીઓને નશીલા પદાર્થ ખવડાવીને તેમની સાથે ગેરકાયદેસર સંબંધ બાંધતો હતો. આ પછી તે યુવતીઓને બ્લેકમેલ કરીને બહાર મોકલી દેતો હતો. આ બાબતનો ખુલાસો કરનાર વિદ્યાર્થીનો આરોપ છે કે આ કામમાં પ્રોફેસર ઉપરાંત કોલેજ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓ પણ સામેલ છે. પ્રોફેસર વિદ્યાર્થીનીઓને અશ્લીલ પુસ્તકો અને જાતીય રમકડાં આપીને ગંદી હરકતો કરવા દબાણ કરતો હતો.

20 નવેમ્બરના રોજ એક યુવકે કોલેજ પ્રશાસનને ફોન કરીને પ્રોફેસર દ્વારા ચલાવવામાં આવી રહેલા રેકેટની જાણકારી આપી હતી. આ પછી પણ કોલેજ મેનેજમેન્ટ દ્વારા નક્કર પગલા લેવામાં આવ્યા ન હતા. 21 નવેમ્બરના રોજ એક વિદ્યાર્થી એસપીને મળ્યો અને લેખિત અરજી આપીને મામલો જાહેર કર્યો. એસપીની સૂચના બાદ કોતવાલી પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.

પોલીસે સોમવારે કોલેજમાં પહોંચીને માહિતી એકઠી કરી હતી. આરોપી પ્રોફેસર ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. પીલીભીતના સીઓએ કહ્યું છે કે વિદ્યાર્થી પોલીસ અધિક્ષક સમક્ષ હાજર થયો હતો અને કાર્યવાહીની માંગ કરી હતી. મામલાની તપાસ ચાલી રહી છે.

Shah Jina