16 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યો OYO,પછી બન્યું કઈક એવું કે મળ્યો મૃતદેહ, જાણો સમગ્ર મામલો

ઉત્તરપ્રદેશના નોઈડાના સેક્ટર 27 માં આવેલી OYO હોટેલમાં 38 વર્ષીય એક એન્જિનિયરે તેના લિવ-ઇન પાર્ટનર સાથેના વિવાદ બાદ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની ઓળખ હાથરસના રહેવાસી ઉમેશ સિંહ તરીકે થઈ હતી. જે તેની 22 વર્ષીય ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં રોકાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કૂતરાની સારવારને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ઉમેશે હોટલના રૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી.

પોલીસના જણાવ્યા અનુસાર, ઉમેશ સિંહ અને તેની ગર્લફ્રેન્ડ ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યે સેક્ટર 27માં આવેલી વેકેશન OYO હોટેલમાં પહોંચ્યા હતા. બંને સાથે જમ્યા, પણ થોડા સમય પછી કોઈ વાતને લઈને તેમનો ઝઘડો થયો હતો. યુવતીના જણાવ્યા અનુસાર જ્યારે તે વોશરૂમમાં હતી, ત્યારે ઉમેશે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. બહાર આવતાની સાથે જ તેણે ઉમેશને ફાંસી પર લટકતો જોયો અને તરત જ હોટલ સ્ટાફને જાણ કરી. ઉમેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

ગર્લફ્રેન્ડે કહ્યું કે જે કૂતરાની સારવાર અંગે વિવાદ થયો હતો, તેને બંનેએ સાથે મળીને ખરીદ્યો હતો. જ્યારે મૃતકના પરિવારજનોએ પોલીસને જાણ કરી કે કૂતરો તેમનો છે. જોકે, પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ હત્યાનું સત્ય બહાર આવશે. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.

Previous Article

ઘોડી પર બેઠા બેઠા દુલ્હા સાથે અચાનક થયું એવું કે લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ, દુલ્હન સહીત સૌ કોઈ ઘટના જોઈ ચોકી ગયા, જુઓ વીડિયો

Next Article

દુ:ખદ સમાચાર: તમિળ ફિલ્મ નિર્માતા અને અભિનેતા એસ.એસ. સ્ટેનલીનું નિધન, 57 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

error: Protected Content!