હવે ફક્ત Aadhaar કાર્ડથી જ મળી જશે લોન અને એ પણ ઘરે બેઠા

દેશની મોટાભાગની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ લોન લેવાનું પહેલા કરતા વધુ સરળ બનાવી દીધું છે. લોન લેવા માટે તમારે ઘરની બહાર પગ મૂકવાની પણ જરૂર નથી. કોરોના સંકટને કારણે, લોન સહિતની મોટાભાગની બેન્કિંગ સેવાઓ બેન્કોની સત્તાવાર વેબસાઇટ અથવા એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

તો બીજી તરફ, જો તમે લોન માટે લાયક છો, તો હવે તમારે વધારે પેપર વર્ક કરવાની પણ જરૂર નથી. સામાન્ય રીતે તમારે બેંકમાં KYC દસ્તાવેજો સબમિટ કરવા પડે છે જેથી બેંકને તમામ વિગતો મળે. હવે તેને વધુ સરળ બનાવી દેવામાં આવ્યું છે.

આધારથી પર્સનલ લોનના નિયમો અને શરતો શું છે? : હવે તમે આધાર કાર્ડ દ્વારા જ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. આ તમને ઈંસ્ટંટ પર્સનલ લોન આપે છે. આ માટે તમે ઘરે બેસીને ઓનલાઇન અરજી કરી શકો છો. તમારે ફક્ત અરજી ફોર્મ ભરવાની અને ઇ-કેવાયસી દસ્તાવેજો આપવાની જરૂર છે. 

પહેલાની જેમ, તમારે કોઈપણ દસ્તાવેજની હાર્ડ કોપી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. જોકે, તેની કેટલીક શરતો પણ છે. સૌ પ્રથમ, તમારી ઉંમર 23 વર્ષ હોવી જોઈએ. તમારે ભારતીય નાગરિક હોવું આવશ્યક છે. ઉપરાંત, તમે જાહેર, ખાનગી અથવા બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરો છો. તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ. તમારે તમારી ન્યૂનતમ આવક પણ દર્શાવવી પડશે.

આધારથી લોન માટે કેવી રીતે અરજી કરવી :

  • સૌથી પહેલા તમારી બેંકની મોબાઈલ એપ અથવા વેબસાઈટ પર લોગીન કરો.
  • તમે લોનમાં પર્સનલ લોનનો વિકલ્પ પસંદ કરો. પછી એલિજિબિલિટી ચેક કરો.
  • પછી Apply Now પર ક્લિક કરો અને અરજી ફોર્મ ભરો.
  • ફોર્મમાં પૂછવામાં આવેલી વ્યક્તિગત વિગતો ભરો અને સબમિટ કરો.
  • આ પછી બેંકમાંથી એક કોલ આવશે, જે તમારી વિગતો અને એલિજિબિલિટી વેરીફાઈ કરશે.
  • તમારી લોન બેંક દ્વારા વેરિફાઈ કર્યા બાદ મંજૂર કરવામાં આવશે.
  • લોન પાસ થયા બાદ નાણાં બચત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
YC