અનિલ-ટીના અંબાણીની વહુ કૃશા અંબાણીએ શેર કરી લગ્નની ના જોઇ હોય તેવી તસવીરો…પતિ માટે લખી ઇમોશનલ નોટ

Khrisha Ambani shares beautiful unseen pics from wedding with Anmol : બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર અનમોલ અંબાણીએ 21 ફેબ્રુઆરી 2022એ તેની લવ ઑફ લાઈફ કૃશા શાહ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી તે તેના સુખી લગ્ન જીવનનો આનંદ માણી રહ્યો છે.

ત્યારે હાલમાં જ અનમોલ અને કૃશાના લગ્ન અને લગ્ન પહેલાના ફેસ્ટિવઝની કેટલીક અદ્રશ્ય તસવીરો સામે આવી છે, જેને પોતે કૃશાએ શેર કરી છે. આ તસવીરોમાં બંનેનો અતૂટ પ્રેમ સ્પષ્ટ જોઈ શકાય છે. અનમોલ અંબાણી અને કૃશા શાહના ભવ્ય લગ્નમાં બિઝનેસ અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની મોટી હસ્તીઓ સામેલ થઈ હતી.

21 ઓગસ્ટ 2023ના રોજ કૃશા શાહે તેના ઈન્સ્ટા હેન્ડલ પર તેના જીવનના સૌથી યાદગાર દિવસની કેટલીક અદ્રશ્ય ઝલક શેર કરી. એક તસવીરમાં અનમોલ અને કૃશા તેમના લગ્નના આઉટફિટમાં એકબીજાની નજીક જોઈ શકાય છે. જ્યારે કૃશાએ રેડ અને ગોલ્ડન લહેંગો પહેર્યો હતો, તો અનમોલ ક્રીમ શેરવાનીમાં હેન્ડસમ લાગતો હતો.

બે તસવીરો બંનેના લગ્ન સમારોહની હતી. એક ઝલકમાં, સિંદૂરની ક્ષણ જ્યારે એક ઝલકમાં બંનેના બાથ એકબીજાના હાથમાં જોઇ શકાય છે. આ ઉપરાંત એક તસવીર કપલની સનડાઉનર પાર્ટીની પણ હતી, જેમાં અનમોલ કૃશા પરથી નજર હટાવી શકતો નહોતો. કેટલીક તસવીરો કપલની કોકટેલ પાર્ટીની હતી, જે મસ્તી અને હાસ્યથી ભરેલી હતી.

તસવીરોમાં, કૃશા લવંડર સાડી ગાઉનમાં ડાયમંડ નેકલેસ અને મેચિંગ ઇયરિંગ્સ સાથે તો અનમોલ શેરવાની અને મેચિંગ જેકેટ સાથે જોવા મળ્યો હતો. કપલ ખુશીથી એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. એક તસવીરમાં કૃશા તેના પતિ અનમોલને ગાલ પર કિસ કરતી પણ જોવા મળી રહી છે.

આ ઉપરાંત કૃશા અનમોલની મહેંદીની તસવીરો પણ આ આલ્બમમાં સામેલ છે. લગ્નના દોઢેક વર્ષ બાદ અનિલ અને ટીના અંબાણીની વહુ કૃશા અંબાણીએ પતિ અનમોલ અંબાણી સાથેની આ ના જોયેલી તસવીરો શેર કરી છે. આમાં તેણે ઉર્દૂ કવિ રૂમીની કેટલીક કવિતાઓ અને હેશટેગ #LOVEnotfear લખ્યા છે.

પતિ સાથે શેર કરેલી તસવીરો સાથે કૃશા શાહે લખ્યું- ‘હું તમારી છાયામાં પ્રેમ કરતા શીખી છું. તમે મારા હૃદયમાં નૃત્ય કરો છો જ્યાં તમને કોઈ જોતું નથી, પરંતુ ક્યારેક હું કરું છું. મારામાં પ્રેમની શક્તિ આવી ગઈ છે અને હું સિંહની જેમ ઉગ્ર અને સાંજના તારાની જેમ સૌમ્ય બની ગઇ છું.’

કૃશા અંબાણીએ આગળ લખ્યું- ‘પ્રેમીઓ આ હિંસક દુનિયામાં ક્યાંક નિર્જન અને સુંદર જગ્યાઓ શોધે છે.’ જ્યાં તેઓ એકબીજા સાથે છે. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે આ કવિતાઓ રૂમીએ લખી છે.

Shah Jina