40 ઉમર વટાવી ગઈ છે આ હસીનાઓ આજે પણ છે કુંવારી, બોલીવુડમાં છે બોલબાલા, વાંઢાઓ માટે છે ખુશખબરી, જુઓ લિસ્ટ
બોલિવુડની એવી ઘણી એક્ટ્રેસ છે જે હજુ પણ પ્રેમની શોધમાં છે, આ એક્ટ્રેસ આજે એકલા જ જિંદગી વિતાવી રહી છે, આ લિસ્ટમાં સુષ્મિતા સેન, અમીષા પટેલ, તબ્બુ, શમિતા શેટ્ટી સહિત અનેક નામ સામેલ છે.
તબુ 52 વર્ષની થઇ ગઇ છે અને હજુ સુધી તેણે લગ્ન નથી કર્યા. તેની લાઇફમાં હજુ સુધી સાચા પ્રેમની એન્ટ્રી નથી થઇ. 50ને પાર તબુ આજે પણ સિંગલ છે. તબુનું નામ અજય દેવગણ સાથે જોડાઇ ચૂક્યુ છે, જો કે તે ઘણીવાર કહી ચુક્યા છે કે બંને સારા મિત્રો છે.
જાણીતી મોડેલ અને એકટ્રેસ સોફી ચૌધરીની ઉંમર પણ 40 પાર છે, 42 વર્ષિય સોફી ઘણી ફિલ્મો અને આઈટમ નંબરમાં કામ કરી ચુકી છે. સોફી અવાર નવાર તેના હોટ લૂકને કારણે ચર્ચામાં રહેતી હોય છે. જો કે, સોફી આજે પણ સિંગલ છે અને તેણે લગ્ન નથી કર્યા.
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ 48 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. અભિનેત્રીનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ તેને સાચો પ્રેમ આજ સુધી નથી મળ્યો.
48 વર્ષિય સુષ્મિતા સેન પણ આ લિસ્ટમાં સામેલ છે, થોડા સમય પહેલા જ તેણે રોહમન શૉલ સાથેના બ્રેકઅપની જાહેરાત કરી હતી પરંતુ આજે પણ ઘણીવાર બંને સાથે જોવા મળે છે. અભિનેત્રીનું નામ અત્યાર સુધીમાં ઘણા પુરુષો સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ સુષ્મિતા આજ સુધી લગ્નના બંધનમાં નથી બંધાઇ.
શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ પણ હજુ સુધી લગ્ન કર્યા નથી. અભિનેત્રીનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. જો કે, બિગબોસ ઓટીટી ફેમ રાકેશ બાપત સાથે પણ રિલેશનના થોડા સમય બાદ તેણે બ્રેકઅપ કરી લીધુ હતુ.
દિવ્યા દત્તા પણ હજુ કુંવારી છે. તેને તેના જીવનનો સાચો પ્રેમ હજુ સુધી નથી મળ્યો.
કાજોલની નાની બહેન તનિષા મુખર્જીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે, અરમાન કોહલીથી લઇને કેટલાક લોકો સાથે તેનું નામ જોડાઈ ચૂક્યું છે, પરંતુ તેણે હજુ સુધી કોઈ સાથે લગ્ન કર્યા નથી.