અંકલેશ્વર : પોલીસનું દિલધડક ઓપરેશન ! લૂંટ કેસમાં પોલિસ અને લૂંટેરાઓ સામ સામે, ફિલ્મી ઢબે પાર પાડ્યુ ઓપરેશન

ગુજરાતમાંથી અવાર નવાર લૂંટની ઘટનાઓ સામે આવે છે, જેમાં હજારો લાખો રૂપિયા સહિત અનેક જ્વેલરીની લૂંટ થતી હોય છે. હાલમાં જ અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં બપોરના સમયે ચાર ઇસમોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી અને બેંકનો ગેટ બંધ કરી કર્મચારી અને ગ્રાહકોને બંધક બનાવ્યા હતા. આ લૂંટારાઓએ 22.70 લાખની લૂંટ ચલાવી હતી. સુરત તરફ ભાગેલા આ લૂંટારૂઓનો પોલિસે પીછો કર્યો અને તે બાદ પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયુ હતુ, જેમાં ઘાયલ થયા બાદ એક લૂંટારુ પકડાયો હતો.

જો કે આ ઘટના કોઇએ પોતોના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. 5 આરોપીઓ આ દિલધડક રેસ્ક્યૂમાં પકડાઇ ગયા અને સાથે લૂંટારુઓ પાસેથી પોલીસે 20 લાખથી વધુની રકમ પણ રિકવર કરી. જણાવી દઇએ કે, આ ઘટના દરમિયાન ભરૂચમાં જ રેન્જ આઈજી ઉપસ્થિત હતા અને રાતની ફાયરિંગની ઘટના બાદ એલર્ટ રહેલી પોલીસ તરત એક્શનમાં આવી ગઇ હતી.

લૂંટારૂઓને પકડવા માટે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પોલીસે નાકા બંધી કરી હતી. ત્યારે લૂંટારૂઓ દ્વારા પોલીસ પર ફાયરિંગ કરાયુ અને જવાબમાં પ્રતિકારમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતુ. લુંટારુઓ જ્યારે નાસી રહ્યા હતા ત્યારે બેન્કની સામે આવેલ એક કોમ્પ્લેક્ષમાં રહેતા રહીશે પોતાના મોબાઈલમાં આ ઘટના કેદ કરી હતી.

ટીવી 9ના અહેવાલ અનુસાર, પોલીસને સામે જોઈ લૂંટારૂઓએ ફિલ્મી ઢબે ચાલુ મોટરસાઇકલે રાહદારીઓના જીવની પરવાહ કર્યા વિના પોલીસ પર આડેધડ ફાયરિંગ કર્યુ અને પોલીસ અધિકારીઓમાં કરણસિંહ મંડોરા અને સબ ઇન્સ્પેકટર નરેશ પાંચાણી રોડની એક તરફ હતા તો સામે સબ ઇન્સ્પેકટર જે એમ ભરવાડ, મિતેષ સકુરિયાં અને જયદીપસિંહ જાદવ હતા. લૂટારૂઓના ફાયરિંગના જવાબમાં સબ ઇન્સ્પેકટર નરેશ પાંચાણીએ ફાયરિંગ કર્યું હતું.

તસવીર સૌજન્ય : ટીવી9 ગુજરાતી

લૂંટારુની ગોળી પાંચાણીની ખુબ નજીકથી પસાર થઇ હતી પણ પોલીસે પ્રયત્નો કર્યા અને લૂંટારુઓને ઝડપી પાડ્યા. રાજપીપલા ચોકડી નજીક લોકોની ભીડ વચ્ચે 5 લૂંટારુઓ અને પોલીસ આમને સામને આવી ગયા હતા અને લૂંટારૂઓએ ફાયરિંગ કર્યું હતું.

Shah Jina