વિદેશી યુવતી અને દેશી યુવકે હિન્દૂ રીતિ રિવાજ અનુસાર કર્યા લગ્ન, લોકોએ કહ્યું, “ગોરી રાધાને કાળો કાન…” જુઓ વીડિયો

હાલમાં કમુહર્તના કારણે દેશમાં લગ્નનો સીઝન થમી ગઈ છે, પરંતુ સોશિયલ મીડિયામાં લગ્નના ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા જોવા મળી રહ્યા છે. વાયરલ થતા વીડિયોની અંદર ઘણા અનોખા લગ્ન પણ જોવા મળે છે, જેમાં વિદેશી મુરતિયો ભારતમાં દેશી છોકરી સાથે લગ્ન કરવા આવતો હોય કે પછી વિદેશી યુવતી ભારતીય યુવક ઉપર પોતાનું દિલ હારી બેસતા તેની સાથે લગ્નના સાત ફેરા ફરે છે.

હાલમાં જ એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કપલ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યું છે, આ કપલમાં જે કન્યા છે તે વિદેશી છે અને યુવક ભારતનો છે. લગ્ન જોઈને લાગી રહ્યું છે કે તેમના લગ્ન ભારતીય હિન્દૂ રીતિ રિવાજ અનુસાર થઇ રહ્યા છે. વાયરલ વીડિયો અનુસાર તેમના લગ્ન તમિલ વિધિ અનુસાર થયા હતા.

આ કપલના ત્રણ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે, જેમાં પહેલા વીડિયોની અંદર વિદેશી દુલ્હન બ્યુટીપાર્લરમાં તૈયાર થતી જોવા મળી રહી છે, આ દરમિયાન તેના ચહેરા ઉપર લગ્નની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. વીડિયોના અંતમાં તે દુલ્હનના રૂપમાં તૈયાર થઇ જાય છે અને તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

બીજો વીડિયો લગ્નની વિધિ દરમિયાનનો છે. જેમાં વિદેશી દુલ્હન સાથે દેશી વરરાજા પણ જોવા મળી રહ્યો છે. બંનેએ ગળાની અંદર હાર પહેર્યા છે અને વરરાજા કન્યાનો હાર પોતાના હાથે સરખો કરતો પણ જોવા મળી રહ્યો છે, આ ડમરીયાં પણ બંને કપલના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે.

તો ત્રીજા વીડિયોન અંદર કન્યા બાજઠ ઉપર બેસી અને લગ્નની વિધિ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પંડિતજી મંત્રો જાપ અને વિધિ કરાવી રહ્યા છે, અને પંડિતજીના કહ્યા અનુસાર કન્યા વિધિ કરી રહી છે. આ દરમિયાન પણ કન્યા ખુબ જ ક્યૂટ દેખાય છે.

વીડિયોમાં આગળ કન્યાના માતા પિતા વરરાજાના પિતાના હાથમાં મંગળસૂત્ર આપે છે વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે વરરાજા કન્યાના ગળામાં મંગળસૂત્ર પહેરાવે છે. આ દરમિયાન કન્યા ખુબ જ ખુશ જોવા મળી રહી છે અને આસપાસ રહેલા લોકો તેના ઉપર ફિલો પણ વરસાવી રહ્યા છે.

Niraj Patel