ગીર સોમનાથ: ઝડપાઇ લૂંટેરી દુલ્હનની ટોળકી, વકીલને શંકા જતા વરરાજા અને પોલિસે સાથે મળી લૂંટેરી દુલ્હનનો ખેલ પાડી દીધો, જાણો વિગત

કુંવારાઓ સાવધાન : સગાઇમાં લીધા ૪૧,૦૦૦ અને લગ્નની ખરીદી માટે ૨ લાખ લઇ લીધા અને પછી આ રીતે ખેલ ઊંધો પડ્યો..

રાજયમાંથી અવાર નવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં દુલ્હનના થોડા દિવસો કે થોડા મહિનામાં વરરાજાનું બધુ લઇને નાસી જાય છે. આવી દુલ્હનોના અનેક યુવકો શિકાર થયા છે, ઘણી વખત લૂંટેરી દુલ્હન પકડાઇ જાય છે અને ઘણી વખત તે પોલિસની પકડમાં આવતી નથી, પંરતુ આ વખતે જે કિસ્સો સામે આવ્યો છે તે અલગ છે.

ઘટનાની વિગત અનુસાર, ગીર સોમનાથના ઉનાના નાળિયેરી મોલી ગામના રમેશભાઇને તેમના દીકરા હિતેષના લગ્ન કરવાની વાત તેઓએ કાકડી મોલી ગામ ખાતે રહેતા વિનુભાઇ રાઠોડને કરી હતી. જે બાદમાં તમામ લોકો છોકરી જોવા માટે રાજકોટ ગયા અને અહીં તેમની મુલાકાત સપના નામની યુવતી સાથે થઈ હતી. તે બંનેએ એકબીજા સાથે વાતચીત કરી હતી અને વાત આગળ વધી જે બાદ સગાઈની વાત થઈ હતી. ખરીદી માટે હિતેશે સપનાને 41000 રૂપિયા આપ્યા હતા અને તે બાદ લગ્ન વખતે 2 લાખ આપ્યા હતા અને દાગીનાની પણ વાત થઇ હતી.

તે લોકોએ 21 જૂનના રોજ ઉના કોર્ટમાં લગ્ન કરવાનુ નક્કી કર્યુ હતુ પરંતુ વકીલને દસ્તાવેજ પર શંકા જતા તેમને તપાસ કરી અને તે બધા નકલી નીકળ્યા તે બાદ તે લોકોએ પોલિસને જાણ કરી અને પોલિસ પણ સાદા ડ્રેસમાં પહોંચી હતી અને વરરાજાની ફરિયાદના આધારે લૂંટેરી દુલ્હન સહિત નવ લોકો સામે ગુનો નોંધાયો હતો. તે બાદ શનિવારના રોજ કન્યા સહિત અનેક લોકો કારમાં ઉના પહોંચ્યા હતા અને તે બાદ કારનું રૂ. 5500 ભાડું વરરાજાએ ચૂકવી આપ્યું હતુ. હિતેશભાઇ અને પરિવારજનો વકીલની ઓફિસે ગયાં અને વકીલને વાત કરતાં તેમણે કન્યાના આધારકાર્ડ, જન્મ તારીખનો દાખલો સહિત કેટલાક ડોક્યુમેન્ટ માગ્યા હતા, જે સપનાએ આપ્યા.

સપનાનો મંગળવારે ફોન હિતેશ પર આવ્યો અને કહ્યુ કે 23 તારીખના રોજ તે લોકો આવશે અને દાગીના અને રૂ. 2 લાખ રોકડા તૈયાર રાખવાનું કહ્યુ હતુ, આથી હિતેશભાઇએ ઉના પોલીસને આ વાતથી વાકેફ કરી હતી. પોલીસે તમામ આરોપીને ઝડપી લઇ પોલીસ સ્ટેશને લાવ્યા બાદ સમગ્ર કૌભાંડ અંગે પૂછપરછ હાથ ધરી હતી. આ અંગેની વરરાજાની ફરિયાદને આધારે 9 લોકો સામે ગુનો નોંધાયો છે.

Shah Jina