બે છોકરીઓનું દિલ આવી ગયું એક જ છોકરા પર, પછી ત્રણેયે સાથે બેસીને સાથે જ રહેવાનો કર્યો નિર્ણય, જુઓ અજબ પ્રેમ કી ગજબ કહાની

લોકોને એક નથી મળતી ત્યાં આ ભાઈ એક જ સાથે એક જ છતની નીચે રહે છે બે ગર્લફ્રેન્ડ સાથે, ગજબની છે લવસ્ટોરી

સોશિયલ મીડિયામાં પર તમે પતિ પત્ની અને પ્રેમી પ્રેમિકા પર ઘણા બધા જોક્સ બનતા જોયા હશે, જેમાં ઘણા લોકો પોતાના પાર્ટનરથી કંટાળો આવવાનું, તેમની સાથે ઝઘડા થવાનું, તેમની ફરમાઈશો અને એવી ઘણી બાબતોને લઈને જોક્સ બનાવતા હોય છે. ત્યારે ઘણા લોકો સિંગલ પણ હોય છે અને તે પણ પોતાના પાર્ટનરની શોધમાં હોય છે. ત્યારે હાલ એક વ્યક્તિની એવી પ્રેમ કહાની વાયરલ થઇ રહી છે જે જાણીને ઘણા લોકોને આંચકો લાગ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by (@mazayahlegend)

સામાન્ય રીતે તમે જોયું હોય છે કે કોઈ એક વ્યક્તિ એક જ વ્યક્તિ સાથે રિલેશનમાં રહે છે અને તેમના વચ્ચે જો કોઈ ત્રીજું વ્યક્તિ આવે તો ઝઘડા થતા હોય છે અને પછી બ્રેકઅપ પણ થઇ જતુ હોય છે, પરંતુ હાલ જે કહાની સામે આવી છે તેમાં એક છોકરાને બે છોકરીઓ પ્રેમ કરી બેઠી અને ત્રણેયે સાથે જ રહેવાનો નિર્ણય પણ કરી લીધો. જેનો વીડિયો હાલ ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by (@mazayahlegend)

પોતાની બે પ્રેમિકાઓ સાથે એક જ ઘરમાં રહેનારા આ વ્યક્તિનું નામ છે માજાયાહ. હાલ તે તેની બે પ્રેમિકાઓ સ્ટેફની અને રોજા સાથે એક જ ઘરમાં રહેવાને લઈને ખુબ જ ચર્ચામાં છે. આ સંબંધને લઈને તેને ઘણા લોકો સંભળાવે છે, પરંતુ તેમને દુનિયાની કોઈ ચિંતા નથી અને ત્રણેય સાથે જ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by (@mazayahlegend)

તેમની પ્રેમ કહાની પણ ખુબ જ રસપ્રદ છે. માજાયાહને પહેલા સ્ટેફની સાથે પ્રેમ થયો, પરંતુ થોડા સમયમાં જ બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું. જેના બાદ માજાયાહના જીવનમાં રોજાની એન્ટ્રી થઇ અને તેની સાથે પણ તેને પ્રેમ થઇ ગયો, પરંતુ આ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જયારે સ્ટેફનીને તેની ભૂલ સમજાઈ અને તે ફરીથી માજાયાહ પ્રત્યે આકર્ષિત થઇ અને સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી.

જેના બાદ માજાયાહે આ વાત રોજા સાથે શેર કરી અને પછી ત્રણેય લોકો સાથે બેઠા અને આ વિષય પર ચર્ચા કરીને એક સાથે એક જ છત નીચે રહેવા માટે રાજી થઇ ગયા. માજાયાહના જીવન પર હાલમાં જ એક યુટ્યુબ ચેનલ ટ્રુલીએ એક વીડિયો બનાવીને અપલોડ કર્યો છે, જેમાં આ ત્રણેયે પોતાની લવ સ્ટોરી જણાવી રહ્યા છે. તેમને એ પણ જણાવ્યું કે તેમના ત્રણેય વચ્ચે ખુબ જ સારું બોન્ડિંગ છે અને દરેક કામમાં એકબીજાને મદદ કરે છે. બાળકોને પણ તૈયાર કરે છે.

Niraj Patel