TV Actresses not Married yet: વાત આજે નાના પડદાની એવી એક્ટ્રેસની છે જે તેમની એક્ટિંગને કરતા વધારે પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે.તેમની ઉંમર 40 વર્ષ થઇ ગયા પછી પણ તેઓ સિંગલ છે અને આજે બિંદાસ લાઇફ જીવી રહી છે. લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે, જે બે વ્યક્તિનું નહીં પણ બે પરિવારોનું મિલન હોવાનું કહેવાય છે. પરંતુ આજે પણ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી હસીનાઓ છે, જેઓ લગ્નના બંધનમાં બંધાઈ નથી, જો કે તેમની ઉંમર 40થી વધુ છે.
શિલ્પા શિંદેઃ ટીવી અભિનેત્રી અને બિગ બોસ 11ની વિજેતા શિલ્પા શિંદે 45 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. અભિનેત્રી એક સમયે લગ્ન માટે તૈયાર હતી, પરંતુ અચાનક તેના લગ્ન તૂટી ગયા અને તે પછી તેણે કોઈને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા નથી.
નેહા મહેતા: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અંજલી ભાભી ઉર્ફે નેહા મહેતા 44 વર્ષની થઈ ગઈ છે, તે પછી પણ તેણે હજી લગ્ન કર્યા નથી. અભિનેત્રીએ હજુ સુધી લગ્ન કર્યા નથી કારણ કે તે સિંગલ રહેવા માંગે છે.
સાક્ષી તંવરઃ 50 વર્ષની સાક્ષી તંવર હજુ પણ સિંગલ છે, કારણ કે આજ સુધી તેને એવો કોઈ વ્યક્તિ મળ્યો નથી કે જેની સાથે તે પોતાનું જીવન વિતાવી શકે. આવી સ્થિતિમાં, તે એક પુત્રીને દત્તક લઈને ખુશ છે, જેનું નામ દિત્યા છે.
અનુષા દાંડેકરઃ કરણ કુન્દ્રા સાથેના બ્રેકઅપ બાદ અનુષા દાંડેકરે ક્યારેય લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો છે. અનુષા હવે 41 વર્ષની છે, હજુ પણ તે સિંગલ છે.
શમિતા શેટ્ટીઃ મોટા પડદા બાદ બિગ બોસનો ભાગ બનેલી 43 વર્ષની શમિતા શેટ્ટી ભૂતકાળમાં રાકેશ બાપટ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હતી. તેમની સગાઈના સમાચાર પણ જોરમાં હતા, પરંતુ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. શમિતા હજુ પણ સિંગલ છે.