શિઝાનની બહેને તુનિષાને કહ્યું મેં તારી મમ્મીની ક્લાસ લગાવી છે, આંટીને ખુબ જ સંભળાવી છે, જુઓ વીડિયો

તુનિષા આપઘાત કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી તુનિષાની માતાએ શિઝાન અને તેના પરિવાર પર ખુબ જ ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારે હવે શિઝાનની માતા અને બહેનોએ આ બધા જ આરોપોના ખુલીને જવાબ આપ્યા છે. આજે યોજાયેલી એક પ્રેસ કોન્ફ્રન્સમાં શિઝાનની માતા અને બહેનોએ શિઝાન અને તેના પરિવાર પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શિઝાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રા, તેની માતા અને બંને બહેનો ફલક નાઝ અને શફાક નાઝ હાજર હતા. આ દરમિયાન શિઝાનના પરિવારે ન માત્ર અભિનેતાને નિર્દોષ ગણાવ્યો, પરંતુ તુનીષાની માતા વિશે પણ ઘણા દાવા કર્યા. આ મામલાને લઈને શિઝાનની બહેન અને અભિનેત્રી ફલક નાઝે કહ્યું, ‘તુનીષા મારી નાની બહેન જેવી હતી. ધર્મની વાતો કરીને લોકોને મુદ્દાથી વાળવામાં આવી રહ્યા છે. તમે ધર્મ પર ક્યાં અટકી ગયા છો. અહીં માનસિક સ્વાસ્થ્યનો પ્રશ્ન છે. તે 20 વર્ષની હતી પરંતુ તેનું મન 10 વર્ષના બાળક જેવું હતું.”

તેણે આગળ એમ પણ કહ્યું કે, “તુનીષાની માતાએ પોતે કબૂલ્યું હતું કે તે તેની પુત્રીની સંભાળ રાખી શકતી નથી. તેની માતા પોતે અભિનેત્રી બનવા માંગતી હતી અને પછી તેણે તેની પુત્રીને કામ કરવા દબાણ કર્યું. દીકરીને પૈસા માટે આશ્રિત બનાવી, જ્યારે તુનીશા આગળ ભણવા માંગતી હતી, તે મુસાફરી કરવા માંગતી હતી. તુનિષાને ક્યારેય માતાનો પ્રેમ નથી મળ્યો પરંતુ અમને ખૂબ ગર્વ છે કે છેલ્લા 5 મહિનામાં અમે તેને ઘણી બધી ખુશીઓ આપી છે.”

શિઝાન ખાનની માતાએ પણ તુનીષા વિશે ઘણી વાતો કહી. તેમણે કહ્યું, ‘તુનીષાની માતા કહે છે કે શીઝાને તેને થપ્પડ મારી હતી. તે પછી તે ક્યાં હતી, હું પૂછું છું, એક માતા બનીને? જો શીઝાને ખરેખર હત્યા કરી હોય તો તે સમયે તેણે તેની પુત્રી માટે કોઈ પગલું કેમ ન ભર્યું ? તેનું એકમાત્ર સંતાન ગયું છે. કોઈનું એકમાત્ર સંતાન ખોવાઈ ગયું છે અને વકીલ કરોડોની પાવર ઑફ એટર્ની આપી રહ્યા છે.”

શિઝાનની માતાએ આગળ કહ્યું, “તેના મૃત્યુનું કારણ શોધવા માટે તમારા જીવનનો હેતુ હોવો જોઈએ. તે મારું બાળક હતું. અમારા પરિવાર માટે તે કેટલું મુશ્કેલ બની ગયું છે. તે મારી નાની છોકરી હતી. તે ચાલી ગઈ, બીજી તરફ મારું બાળક જેણે કંઈ કર્યું નથી તે જેલમાં છે. તમે ઈચ્છો છો કે કોઈ બીજાનું બાળક પણ આત્મહત્યા કરે. અમે કોઈને દોષ આપી રહ્યા નથી. અમે ફક્ત તમારી સામે સત્ય લાવી રહ્યા છીએ.”

શિઝાન ખાનના વકીલે એમ પણ કહ્યું કે, “તુનિષાનું આ પહેલું રિલેશન નહોતું, આ પહેલા પણ તે બે વાર રિલેશનમાં રહી ચુકી છે અને તેનું બ્રેકઅપ પણ થઇ ગયું છે. તે છતાં પણ તે ક્યારેય નથી તૂટી. શિઝાન અને તેના પરિવારને તે છેલ્લા 6 મહિનાથી જ જાણે છે અને તે પણ આ શોના કારણે અને તેમનું રિલેશનશિપ જે કથાકથિત કહી રહ્યા છે કે બે મહિનાથી હતું તો તેમનું રિલેશન એ રીતે હતું કે તેમને વાતચીત કરી હતી. બંને તેમના કરિયર પર ફોકસ કરતા હતા.

વકીલે વધુમાં કહ્યું કે, ‘તુનીષા શર્માનું ડિપ્રેશન તેની માતાના પરપુરુષ સાથેના સંબંધોની ખબરના કારણે વધુ વધી ગયું હતું. જેના કારણે અભિનેત્રી ખૂબ જ પરેશાન થવા લાગી. આપઘાતના 15 મિનિટ પહેલા તુનિષા શર્માની વાતચીત શીઝાન સાથે નહીં પરંતુ અન્ય કોઈ સાથે થઈ હતી. આ ઉપરાંત વકીલે શિઝાનના જીવનમાં કોઈ મિસ્ટ્રી ગર્લ હોવાનો આરોપ પણ નકાર્યો હતો.

આખો વીડિયો જોવા માટે અહીંયા ક્લિક કરો

Niraj Patel