અનુષ્કા શર્માના ભાઇ સાથે બ્રેકઅપ બાદ કોને ડેટ કરી રહી છે તૃપ્તિ ડિમરી ? આ રઇસ બિઝનેસમેન સાથે જોડાયુ નામ

‘એનિમલ’ની ભાભી-2 આ મોટી હસ્તીને સાથે ઇલુ ઇલુ કરી રહી છે? જાણો રિયલ લાઈફ બોયફ્રેન્ડને!

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ રિલીઝ થયા બાદથી ફિલ્મમાં ‘ભાભી 2’નું પાત્ર ભજવનાર તૃપ્તિ ડિમરીને પોતાની એક અલગ ઓળખ મળી છે. આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. પોતાના ફેન્સના દિલ પર રાજ કરી રહેલી તૃપ્તિ ડિમરી વિશે એક ખર સામે આવી રહી છે, જે તેના ફેન્સનું દિલ તોડી શકે છે. એવા અહેવાલો છે કે એનિમલ ફેમ એક્ટ્રેસ ગુપ્ત રીતે કોઈને ડેટ કરી રહી છે. આ ખાસ વ્યક્તિનું નામ છે સેમ મર્ચન્ટ.

આ દિવસોમાં તૃપ્તિ ખાસ મિત્રના લગ્નની મજા માણી રહી છે, જ્યાંથી તે સતત તસવીરો શેર કરી રહી છે. આ સમય દરમિયાન, તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક સેલ્ફી શેર કરી, જે ચર્ચાનો વિષય બની. આ તસવીરમાં તે સેમ મર્ચન્ટ સાથે પોઝ આપતી જોવા મળી હતી. જ્યારથી આ તસવીર સામે આવી ત્યારથી દરેક જગ્યાએ ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે તૃપ્તિ ડિમરી સેમ મર્ચન્ટને ડેટ કરી રહી છે.

સેમ વિશે વાત કરીએ તો વર્ષો પહેલા તે વ્યવસાયે મોડલ હતો. વર્ષ 2002માં તેણે ‘ગ્લેડરૈગ્સ મેનહંટ કોમ્પિટિશન’નો ખિતાબ પણ જીત્યો હતો. હવે તે ગોવામાં ‘વોટર બીચ લાઉન્જ એન્ડ ગ્રીલ’ નામની પોતાની ક્લબ અને હોટેલ ચલાવે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ લાખોમાં છે. ટાઇગર શ્રોફ અને દિશા પટની પણ તેને ફોલો કરે છે.

જણાવી દઇએ કે, તૃપ્તિનું નામ અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્મા સાથે પણ જોડાઇ ચૂક્યુ છે, કર્ણેશ શર્મા અને તૃપ્તિ ઘણીવાર ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળતા હતા. બંનેના રોમેન્ટિક ફોટોઝે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે, તૃપ્તિ કે કર્ણેશે તેમના સંબંધોની પુષ્ટિ કરી નહોતી. પરંતુ થોડા મહિના પહેલા જ તેમના બ્રેકઅપના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા.

જો કે, બ્રેકઅપનું કારણ બહાર આવ્યું નથી. હવે કર્ણેશ સાથેના બ્રેકઅપ બાદ તૃપ્તિનું નામ સૈમ સાથે જોડાઇ રહ્યું છે. જો કે, સેમ અને તૃપ્તિ વચ્ચે કોઈ સંબંધ છે કે પછી તે માત્ર અફવા છે તે હજુ સ્પષ્ટ થયું નથી. ૃ

Shah Jina