દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મમાં સૌથી મોટો અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. વર્ષ 2026માં દિવાળીનો મહાપર્વ 8 નવમ્બરે ઉજવવામાં આવશે. પરંતુ, આ વર્ષની દિવાળી જ્યોતિષીય દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે દિવાળીના એક દિવસ પહેલા એટલે કે 7 નવેમ્બરે તુલા રાશિમાં ‘ત્રિગ્રહી યોગ’ રચાવા જઈ રહ્યો છે.
જ્યોતિષીય ગણતરી મુજબ, આ દિવસે સૂર્ય, બુધ અને ચંદ્ર એક જ રાશિમાં એકસાથે આવશે. સૂર્ય અને બુધ પહેલેથી જ તુલા રાશિમાં બિરાજમાન છે, અને 7 નવેમ્બરે સાંજે 5.15 વાગ્યે ચંદ્ર કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. ત્રણ શક્તિશાળી ગ્રહોના આ મિલનથી ‘ત્રિગ્રહી યોગ’ બને છે, જે કેટલીક રાશિના જાતકો માટે સુવર્ણ દિવસોની શરૂઆત કરાવી શકે છે. આવો જાણીએ કઈ 4 ભાગ્યશાળી રાશિઓ પર વરસશે દેવી લક્ષ્મી અને ગ્રહોની કૃપા:

૧. મિથુન રાશિ (Gemini)
મિથુન રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ અત્યંત અનુકૂળ પરિણામો લઈને આવી રહ્યો છે. તમારી રાશિના પાંચમા ભાવમાં આ સંયોગ રચાઈ રહ્યો છે, જે તમારી બુદ્ધિ, સર્જનાત્મકતા અને નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત બનાવશે.
આર્થિક લાભ: રોકાણ સંબંધિત નિર્ણયોમાં સમજદારી રાખવાથી ભવિષ્યમાં મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.
કરિયર અને શિક્ષણ: બહુરાષ્ટ્રીય કંપનીઓમાં (MNC) કામ કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે અને એકાગ્રતા વધવાથી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પરિણામો મળશે. સોશિયલ મીડિયા કે ક્રિએટિવ ક્ષેત્રે સંકળાયેલા લોકોને વિશેષ ઓળખ મળશે.

૨. તુલા રાશિ (Libra)
આ ત્રિગ્રહી યોગ તમારી જ રાશિ એટલે કે તુલા રાશિમાં જ રચાવા જઈ રહ્યો છે, જેથી આ રાશિના જાતકોને સૌથી વધુ પ્રત્યક્ષ લાભ મળી શકે છે.
વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ: તમારા વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે અને આત્મવિશ્વાસ મજબૂત બનશે. લાંબા સમયથી અટકેલા તમામ કાર્યો ગતિ પકડશે.
બઢતી અને વેપાર: નોકરી કરતા જાતકોને દિવાળી પછી પ્રમોશન કે નવી મોટી જવાબદારીઓ મળી શકે છે. જે લોકો નવો વેપાર શરૂ કરવા માગે છે તેમને અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. જીવનસાથી સાથે મળીને નવું સાહસ શરૂ કરવા માટે આ ઉત્તમ સમય છે.

૩. ધન રાશિ (Sagittarius)
ધન રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ કુંડળીના અગિયારમા ભાવમાં એટલે કે ‘લાભ સ્થાન’ પર બનવા જઈ રહ્યો છે.
આવકના નવા સ્ત્રોત: આ યોગના પ્રભાવથી આવકના નવા માર્ગો ખુલી શકે છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.
વિદેશ યાત્રા અને સફળતા: વેપારી વર્ગને જૂની યોજનાઓમાંથી ધનલાભ થશે. જે યુવાનો વિદેશમાં અભ્યાસ કરવા કે નોકરી કરવા ઈચ્છે છે, તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી કાર્યક્ષમતા અને ઉત્સાહમાં વધારો થશે.

૪. કુંભ રાશિ (Aquarius)
કુંભ રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ નવમા ભાવમાં રચાશે, જેને જ્યોતિષમાં ‘ભાગ્ય સ્થાન’ અને ઉચ્ચ શિક્ષણનું સ્થાન માનવામાં આવે છે.
ભાગ્યનો સાથ: આ સમયગાળા દરમિયાન ભાગ્ય પૂરેપૂરું તમારો સાથ આપશે. અચાનક અથવા અનપેક્ષિત સ્ત્રોતોથી ધનલાભ થવાની પ્રબળ સંભાવના છે.
યાત્રા અને પરિવાર: વ્યાપારી હેતુથી કરવામાં આવેલી યાત્રાઓ અત્યંત લાભદાયી સાબિત થશે. રોકાણ પર ધારણા કરતા સારું વળતર મળશે. પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે અને સંબંધોમાં મધુરતા આવશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)