જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને સુખ, સમૃદ્ધિ, જ્ઞાન, વૈવાહિક જીવન અને ભાગ્યના મુખ્ય કારક તરીકે માનવામાં આવે છે. જ્યારે પણ ગુરુની ચાલમાં પરિવર્તન આવે છે ત્યારે તેની સીધી અસર તમામ 12૨ રાશિઓના જીવન પર જોવા મળે છે. તારીખ 31 ઓક્ટોબરના રોજ ગુરુનું મહત્વપૂર્ણ ગોચર થવા જઈ રહ્યું છે, જેના કારણે કેટલીક ખાસ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવવાના પ્રબળ સંકેતો છે. આ રાશિ પરિવર્તનને કારણે લાંબા સમયથી અટકેલા કાર્યો વેગ પકડશે અને કરિયર તેમજ બિઝનેસમાં બંપર પ્રગતિ થવાની સંભાવના છે. આ સુવર્ણ કાળ દરમિયાન આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે અને વ્યક્તિગત જીવનમાં પણ ખુશીઓનું આગમન થશે.

મેષ રાશિ:
આ રાશિના જાતકો માટે ગુરુનું ગોચર શિક્ષણ અને સંતાન સંબંધિત બાબતોમાં અત્યંત અનુકૂળ પરિણામો લઈને આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને નવી સફળતાઓ અને ઉત્તમ તકો મળી શકે છે. નોકરીની શોધમાં રહેલા યુવાનોને પણ સકારાત્મક સમાચાર પ્રાપ્ત થવાની પૂરી સંભાવના છે. પ્રેમ જીવનમાં મધુરતા વધશે અને પરિવારમાં ખુશહાલી રહેશે. નાણાકીય સ્થિતિ સુધારવાના નવા રસ્તા ખુલશે.

મિથુન રાશિ:
ગુરુના આ ગોચરથી આ રાશિના લોકોના આત્મવિશ્વાસ, હિંમત અને બહાદુરીમાં નોંધપાત્ર વધારો થશે. કાર્યસ્થળ પર તમને નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જેને તમે સફળતાપૂર્વક પાર પાડશો. વેપારી વર્ગના લોકોને નવા વ્યાપારી સંપર્કોથી મોટો આર્થિક લાભ થશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં વધુ મધુરતા આવશે અને ટૂંકી મુસાફરી ફાયદાકારક સાબિત થશે.

સિંહ રાશિ:
સિંહ રાશિ માટે ગુરુનું આ ગોચર અત્યંત ફળદાયી અને પ્રગતિશીલ સાબિત થશે કારણ કે ગુરુ તમારી જ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર તમારા વ્યક્તિત્વને નિખારશે અને આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો કરશે. નવી નોકરી શોધી રહેલા લોકોને સારા અવસરો મળશે તેમજ વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ વધશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા અને યશમાં ઉત્તરોત્તર વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે.

તુલા રાશિ:
તુલા રાશિના જાતકો માટે ગુરુનું આ રાશિ પરિવર્તન આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી નીવડશે. આવકના નવા સ્ત્રોતો ખુલવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને લાંબા સમયથી અટવાયેલા નાણાં પાછા મળશે. નોકરી કરતા લોકોને પદોન્નતિ અથવા પગાર વધારાના શુભ સમાચાર મળી શકે છે. બિઝનેસમાં નફાની ટકાવારી વધશે અને રોકાણ સંબંધિત બાબતોમાં ધાર્યા કરતા સારા પરિણામો પ્રાપ્ત થશે.

ધન રાશિ:
ધન રાશિના સ્વામી સ્વયં ગુરુ ગ્રહ છે, તેથી આ રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ અને ભાગ્યશાળી રહેવાનું છે. ભાગ્યના પૂર્ણ સાથથી તમારા તમામ અધૂરા કાર્યો સમયસર પૂરા થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારી રૂચિ વધુ વધશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે, અને વિદેશમાં અભ્યાસ કે નોકરીનું સ્વપ્ન જોતા લોકોને વિશેષ તકો મળશે.

કુંભ રાશિ:
કુંભ રાશિના જાતકો માટે ગુરુનું આ ગોચર લગ્ન અને વ્યાપારી ભાગીદારી માટે શુભ સંકેતો લઈને આવી રહ્યું છે. અપરિણીત લોકોના લગ્નની વાત આગળ વધી શકે છે અને વિવાહિત જીવનના પ્રશ્નો ઉકેલાશે. વ્યવસાયમાં ભાગીદારીથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. નોકરીમાં સહકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે, તેમજ નવા લોકો સાથેના સંપર્કો ભવિષ્યમાં અત્યંત ઉપયોગી સાબિત થશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષશાસ્ત્ર અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)