જંગલ સફારી દરમિયાન સિંહને અડવા જતો હતો આ વ્યક્તિ, પછી સિંહ ગુસ્સે ભરાયો અને કર્યું એવું કે વીડિયો જોઈને જ રૂંવાડા ઉભા થઇ જશે

સોશિયલ મીડિયામાં જંગલ સફારીના ઘણા વીડિયો તમને જોવા મળી જશે, ગુજરાતના ગીરમાં પણ જંગલ સફારી ઉપલબ્ધ છે, જેમાં વર્ષ દરમિયાન ઘણા લોકો આ જંગલ સફારીનો આનંદ પણ માણતા હોય છે, જેના વીડિયો પણ તમે નિહાળ્યા હશે. સફારી દરમિયાન લોકો જંગલી પ્રાણીઓને નિહાળવાનો અદભુત આનંદ લેતા હોય છે.

ત્યારે આવી જ એક જંગલ સફારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટલાક લોકો જંગલ સફારીનો આનંદ માણતા દરમિયાન ગાડીની બારીમાંથી સિંહને અડવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે, આ જોઈને સિંહ પણ ગુસ્સે ભરાય છે, અને પછી જે કરે છે તે જોવા જેવું છે.

તમે જાણતા જ હશો કે જંગલ સફારી દરમિયાન કેટલાક નિયમોનું પાલન પણ કરવું પડે છે. જેમ કે જંગલી પ્રાણીઓને કઈ ખાવા પીવા ના આપવું કે ના તેમની નજીક જવાની ભૂલ ના કરવી. બસ  દૂર રહીને તેના જોતા રહેવું. પરંતુ ઘણા લોકોએ એવા હોય છે જે તમેને ચેનચાળા કર્યા વગર ચાલતું નથી, અને પ્રાણીઓ પણ તેમને શિખામણ આપતા હોય છે.

આવું જ કંઈક આ વાયરલ વીડિયોની અંદર જોવા મળી હર્યું છે. જેમાં એક જુવાન પ્રવાસી ગાડીની બારી ખોલી સિંહને કોઈ પાલતુ પ્રાણીની જેમ અડવાનો પ્રયત્ન કરે છે. સાથે જ તેની સાથે કેટલીક તસવીરો લેવાનો પણ પર્યન્ત કરે છે. પરંતુ ત્યારે જ સિંહ તે વ્યક્તિ તરફ જુએ છે અને તેની તરફ આવીને ગર્જના કરતો જોવા મળે છે. તે વ્યક્તિ ડરીને બારી બંધ કરી દે છે. ઘણા લોકો આ વીડિયો જોઈને અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel