આ છે વિશ્વની 5 સૌથી શક્તિશાળી સેના, જાણો ભારતનો નંબર

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થતા લોકોને આશંકા છે કે ક્યાંક ત્રીજુ વિશ્વ યુદ્ધ ફાટી ન નિકળે. કારણે કે હાલમાં દુનિયા બે ભાગમાં વેચાઈ ગઈ છે. એક પક્ષ રશિયાના સમર્થનમાં તો તો બીજો પક્ષ યુક્રેનના. હાલમાં યુક્રેન પુરા જોશ સાથે રશિયાનો સામનો કરી રહ્યું છે. યુક્રેન ખુબ નાનો દેશ છે તેથી તેની મદદે વિશ્વના અન્ય દેશો આવી રહ્યા છે. જેઓ ઈનડાયરેક્ટ રીતે તેમને મદદ પહોંચાડી રહ્યા છે. હવે એવામાં સવાલ એ થાય કે જો હાલમાં ત્રીજુ વિશ્વ યુદ્ધ ફાટી નિક્ળે તો શું થાય. વિશ્વાના ક્યાં દેશની સેના સૌથી શક્તિશાળી છે તેને લઈને પણ ઘણા પ્રશ્નો સામે આવી રહ્યા છે. તો ચાલો જાણીએ વિશ્વમા 5 દેશો વિશે જેની સેના ભલભલાને રાતા પાણીએ રડાવી શકે છે.

1. અમેરિકા : આ યાદીમાં વિશ્વની મહસતા અમેરિકા સૌથી ટોપ પર છે. અમેરિકાની સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેના માનવામાં આવે છે. અમેરિકાની સેનાની શક્તિના આધારે તેને 0.0453 પોઈન્ટ મળ્યા છે. અમેરિકા પાસે 14 લાખથી વધુ સક્રિય સૈનિક છે. આ સાથે રિપોર્ટમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2020માં અમેરિકાએ તેના સુરક્ષા બજેટ પાછળ 700 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો.

2. રશિયા : આ યાદીમા બીજા નંબરે આવે છે રશિયા. રશિયાની સેનાને અમેરિકા પછી સૌથી શક્તિશાળી સેના માનવામાં આવે છે. રશિયાનો પાવર ઈન્ડેક્સ 0.0501 છે. રશિયાનું રક્ષા બજેટ 46 અરબ ડોલર છે.રશિયા પાસે 850,000 સક્રિય સૈનિકો છે. આ ઉપરાંત રશિયા પાસે 772 ફાઈટર વિમાનની સાથે સાથે 4100થી વધારે વિમાનો છે.

3. ચીન : ગ્લોબલ પાવર ઈન્ડેક્સની યાદીમાં ચીન ત્રીજા નંબરે છે. તેના પોઈન્ટ 0.0511 છે. ચીનનું રક્ષા બજેટ અંદાજે 209 અબજ ડોલર છે. ચીનની પાસે 20 લાખથી વધુ સક્રિય સૈનિકો છે. ચીન વિશ્વમાં એક માત્ર એવો દેશ છે જે તેના સૈનિકો પાસેથી સૌથી વધુ કામ લેશે.

4. ભારત : આ યાદીમાં ભારતનો નંબર ચોથો છે, ભારતનો પાવર ઈન્ડેક્સ 0.0979 છે અને તેની સાથે સાથે તમને જણાવી દઈએ કે ભારત પાસે 14 લાખથી વધુ સક્રિય સૈનિકો છે. તેમા ભારતની ત્રણેય સેનાના સૈનિકો સામેલ છે. જો કે ચીનનો પાવર ઈન્ડેક્સ ભલે ભારત કરતા વધારે હોય પરંતુ ઘણા મોરચે ભારતે ચીનને પાછળ છોડી દીધુ છે. તમને જાણીને ગૌરવ થશે કે ભારત પાસે દુનિયાની બીજી સૌથી મોટી પેરામિલિટ્રી છે. ભારતનું વર્તમાન રક્ષા બજેટ અંદાજે 5.25 લાખ કરોડ રૂપિયા છે.

5. જાપાન : આ યાદીમાં પાંચમાં નંબરે છે જાપાન. જાપાનનો પાવર ઈન્ડેક્સ 0.1195 છે. જાપાનની સેનામાં 2 લાખથી વધુ સૈનિકો છે. જાપાન એક શાંતિપ્રિય દેશ છે. જાપાનના સંવિધાન અનુસાર કોઈ પણ વૈશ્વિક મામલાના સમાધાન માટે શાંતિ અને વાતચીતને જ યોગ્ય વિકલ્પ માને છે. અમેરિકાના પરમાણુ હુમલા બાદ અહી લોકો યુદ્ધને વિનાશનું કારણ માને છે.

YC