ટીવી અને બોલિવુડ એક્ટ્રેસેસ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચે છે. ત્યારે નાના પડદાની અભિનેત્રી ટીના દત્તાએ પણ પોતાના અત્યંત સિઝલિંગ ફોટા શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી. ટીના દત્તાની આ તસવીરો માલદીવની છે, જેમાં તે સમુદ્રમાં બ્લેક સ્વિમસ્યુટ પહેરીને ફોટોશૂટ કરાવતી જોવા મળે છે.
ટીના દત્તાની દરેક તસવીર ચાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. ટીવી સિરિયલમાં સંસ્કારી પુત્રવધૂની ભૂમિકા ભજવતી ટીના દત્તાએ પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો છે. ટીવી અભિનેત્રી ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ટીના દત્તા ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
ટીના દત્તાએ થોડા સમય પહેલા આ તસવીરો શેર કરી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે ટીના દત્તા બ્લેક સ્વિમસુટમાં જોવા મળી રહી છે. ટીના દત્તાની માલદીવ વેકેશનની આ તસવીરોમાં તે સમુદ્ર કિનારે સૂતી વખતે એક પછી એક સિઝલિંગ પોઝ આપી રહી છે. ટીના દત્તાની અત્યંત કિલર સ્ટાઇલ ચાહકોને ઘાયલ કરી રહી છે.
ટીના ઘણીવાર આવી સિઝલિંગ તસવીરો શેર કરે છે. ઘણા લોકોને તેનો આવો બોલ્ડ અંદાજ પસંદ આવે છે તો ઘણા તેને ટ્રોલ પણ કરે છે. ટીના દત્તાએ ‘ઉત્તરન’ સીરિયલથી ટીવી પર ખૂબ જ સારી ઓળખ બનાવી છે. આ સીરિયલથી ટીના દત્તાને દરેક ઘરમાં ઘણી લોકપ્રિયતા મળી છે
. જે ચાહકોએ ટીના દત્તાનો સંસ્કારી પુત્રવધૂનો અંદાજ જોયો છે તેમને તેના બોલ્ડ ફોટોઝ પસંદ નથી આવતા. ટીના દત્તાના કરિયરની વાત કરીએ તો, ટીવી સિરિયલો ઉપરાંત, તેણે રિયાલિટી શો અને ફિલ્મો તેમજ મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.