આ વીડિયોએ તો માનવતાને કરી શર્મસાર, ગાડીમાં પડ્યો હતો વૃદ્ધ મહિલાનો મૃતદેહ અને વકીલ મિલકતના કાગળિયા પર તેમનો અંગુઠો લેવા લાગ્યો, જુઓ વીડિયો

નિઃસંતાન વિધવા મહિલાનું થયું મોત તો સંપત્તિના લાલચુઓએ લાશના અંગુઠા લગાવીને સંપત્તિ હડપી લીધી.. વીડિયો વાયરલ થતા જ પોલીસ આવી એક્શનમાં… જુઓ

માણસ સ્વાર્થમાં એટલો ડૂબી જાય છે કે પોતાના ફાયદા માટે દરેક હદ વટાવી દે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે માનવતાને શર્મસાર અને કાયદાનું ઉલ્લંઘન કરતો વીડિયો છે. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વકીલ કારમાં પડેલા મૃતદેહમાંથી કાગળ પર અંગૂઠાની છાપ લેતો જોવા મળે છે. જેને જોઈને બધા દંગ રહી જાય છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ કારની પાછળની સીટ પર પડેલો જોવા મળી રહ્યો છે. કારના દરવાજા પાસે એક વકીલ ઊભેલો જોવા મળે છે અને તેની પાછળ બે લોકો પણ ઉભેલા જોવા મળે છે. જે મૃતકના પરિવારજનો હોવાનો અંદાજ છે. આ વકીલ કાગળો પર લાશના અંગૂઠાની છાપ લેતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.

તપાસમાં સામે આવ્યું છે કે આગ્રાનો આ વીડિયો મે, 2021નો છે. એ સમયગાળો જ્યારે કોરોનાની બીજી લહેર જીવલેણ બની હતી. અંગૂઠાની છાપ લેનાર વ્યક્તિ અને તેની પાછળ ઉભેલી વ્યક્તિએ ચહેરા પર માસ્ક પહેરેલા છે. વાસ્તવિકતા ત્યારે સામે આવી જ્યારે મૃત વૃદ્ધ મહિલાના સંબંધી જીતેન્દ્ર શર્મા સાથે વાત કરી. જાણવા મળ્યું કે આગ્રાની રહેવાસી કમલા દેવીનું 8 મે 2021ના રોજ અવસાન થયું હતું. તેના પતિનું અવસાન પહેલા જ થઈ ચૂક્યું હતું અને તે નિઃસંતાન હતી.

જિતેન્દ્રનો આરોપ છે કે તેમના નિધન પછી તેમની સંપત્તિના વિભાજનની વાત થઈ હતી, ત્યારબાદ મૃતકના ભત્રીજા બૈજનાથે સંપત્તિના વિભાજનને મોકૂફ રાખવાની વાત કરી હતી. ત્રણ મહિના પછી જ્યારે વીડિયો સામે આવ્યો ત્યારે પરિવારના અન્ય સભ્યોએ પોલીસમાં ફરિયાદ કરી, પરંતુ પછી પોલીસે તેમની વાત સાંભળી નહીં. હવે આ વીડિયો પ્રસારિત થયો છે. જિતેન્દ્રના કહેવા પ્રમાણે, કમલા દેવીના અંતિમ સંસ્કાર પહેલા જ બૈજનાથે એડવોકેટને ફોન કરીને પ્રોપર્ટીના કાગળ પર અંગુઠો લગાવી લીધો હતો.

તેનો વીડિયો સામે આવ્યા બાદ જ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી. કમલા દેવી પાસે ઘર અને દુકાન છે. આરોપ છે કે બૈજનાથે તેના પર હક્ક જમાવી લીધો છે. સદર પોલીસ સ્ટેશનના નૈનાના જાટમાં પણ 1200 ચોરસ યાર્ડનો પ્લોટ છે. જ્યારે આ મામલાએ આગ પકડી ત્યારે પોલીસે મંગળવારે તેને સંજ્ઞાનમાં લીધો હતો.

વીડિયોમાં દેખાતા બૈજનાથને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો, તેની પૂછપરછ કરવામાં આવી. જે દસ્તાવેજો પર અંગૂઠાની છાપ લેવામાં આવી હતી તેનો ઉપયોગ કરવાનો તે ઈન્કાર કરી રહ્યો છે. જો કે, પોલીસે આ કેસમાં મંગળવારે મોડી સાંજે બૈજનાથનું નામ લઈને કેસ દાખલ કર્યો હતો.

Niraj Patel