અરે બાપ રે….એક જ યુવક ઉપર આવી ગયું ત્રણ સગી બહેનોનું દિલ અને પછી ચારેયે કર્યો મોટો કાંડ

પ્રેમીની અંદર આવતા પ્રણય ત્રિકોણને આપણે જોયો હશે, ઘણા કિસ્સાઓ એવા સાંભળવા મળે છે જેમાં બે યુવતીઓ કોઈ એક જ યુવકને પ્રેમ કરતી હોય તો ક્યારેક એક જ યુવક બે અલગ અલગ યુવતીઓને પ્રેમ કરતો હોય, ઘણીવાર આવા કિસ્સાઓમાં બે યુવતીઓ પ્રેમ પ્રસંગના કારણે એક જ યુવક સાથે લગ્ન પણ કરતી જોવા મળે છે, પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે સાંભળીને કોઈપણ હેરાન રહી જશે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ કિસ્સાની અંદર ત્રણ સગી બહેનોનું દિલ એક જ યુવક ઉપર આવી ગયું, અને જયારે આ વાત પરિવારને માલુમ પડી ત્યારે પરિવારે તેનો વિરોધ કર્યો. પરિવારના વિરોધ કરવા ઉપર ત્રણેય બહેનો યુવક સાથે જ ઘરેથી ફરાર થઇ ગઈ, આ ઘટના બાદ સમગ્ર વિસ્તારની અંદર હલચલ પણ મચી જવા પામી છે.

આ ઘટના બની છે ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના અજીમણગાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામની અંદર. જ્યાં ત્રણે બહેનો એક જ યુવકના પ્રેમમાં હદથી વધારે પાગલ થઇ ગઈ હતી. જેના બાદ તે ઘરેથી ફરાર થઇ ગઈ. એવું પણ જાણવા મળી રહ્યું છે કે પરિવારે લોકલાજના ડરથી પોલીસને આ ઘટના અંગેની સૂચના નથી આપી અને સંબંધીઓની મદદથી તે પોતાની ત્રણેય દીકરીઓની શોધમાં લાગી ગયા છે.

આ ઘટનામાં એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે બે દીકરીઓ બાલિક છે તો એક દીકરી નાબાલિક છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. પરિવારજનો દ્વારા ખુબ જ શોધખોળ કરવા છતાં પણ હજુ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. જાણવા મળી રહ્યું છે કે આ ઘટનાને 8 દિવસ વીતી ગયા છે. છતાં પણ હજુ પોલીસને કોઈ જાણકારી આપવામાં નથી આવી.

જયારે મીડિયાએ પોલીસને પૂછ્યું તો પોલીસે જણાવ્યું કે આ મામલામાં હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી. પોલીસનું કહેવું છે કે પરિવાર દ્વારા ફરિયાદ મળવા ઉપર અવશ્ય કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં પણ આ ઘટના ખુબ જ વાયરલ થઇ રહી છે. તનર સગી બહેનોનું એક જ યુવક ઉપર દિલ આવી જવું અને તેની સાથે જ ભાગી જવું લોકોને પણ હેરાનીમાં નાખી રહ્યું છે.

Niraj Patel