ગત 9 માર્ચના રોજ જયપુરમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ સેરેમની યોજાય હતી. જયપુર ખાતે આયોજિત સેરેમનીમાં ગુમ થયેલી કન્યા પર આધારિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ એ સૌથી વધુ 10 એવોર્ડ જીત્યા. આપણા માટે આ સેરેમની એટલે ખાસ બની કારણ કે પહેલીવાર ત્રણ એવોર્ડ ગુજરાતના ફાળે આવ્યા છે. બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ માટે જાનકી બોડીવાલા, બેસ્ટ સ્ક્રિનપ્લે માટે સ્નેહા દેસાઈ અને બેસ્ટ ડાયલોગ્સ માટે મોનાલ ઠાકરે એવોર્ડ જીત્યો છે.
બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કિરણ રાવ અને આમિર ખાનને ‘લાપતા લેડીઝ’ માટે મળ્યો. કાર્તિક આર્યનને ‘ભૂલ ભુલૈયા 3’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ અને નિતાંશી ગોયલને ‘લપતા લેડીઝ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. રાકેશ રોશનને આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઓફ ઈન્ડિયન સિનેમાનો એવોર્ડ મળ્યો હતો.
મોનાલ ઠાકર મૂળ રાજકોટનો છે. જેને ‘આર્ટીકલ 370’ના ડાયલોગ્સ લખ્યા છે. IIFAમાં બેસ્ટ ડાયલોગ્સની કેટેગરીમાં મોનાલ ઠાકર અને આદિત્ય સુહાસ જાંભલેએ એવોર્ડ જીત્યો છે. મોનાલે જ્યારે એવોર્ડ રિસીવ કર્યો ત્યારે તેણે સ્પીચની શરૂઆતમાં જ ‘આર્ટીકલ 370’ની આખી ટીમ અને દેશના સૈન્ય જવાનોનો આભાર માન્યો હતો. બાદમાં, માતા-પિતા અને ભાઈનો આભાર માનતા પોતાની સ્પીચ પૂર્ણ કરી હતી.
જુઓ કોને કયો એવોર્ડ મળ્યો
બેસ્ટ ફિલ્મ : લાપતા લેડીઝ
બેસ્ટ પરફોર્મન્સ ઈન લીડિંગ રોલ : નિતાંશી ગોયલ
બેસ્ટ ડિરેક્ટર : કિરણ રાવ
બેસ્ટ પરફોર્મન્સ ઈન સપોટિંગ રોલ (મેલ): રવિ કિશન
બેસ્ટ પરફોર્મન્સ ઈન સપોટિંગ રોલ (ફિમેલ) : જાનકી બોડીવાલા
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્શન : રામ સંપત
બેસ્ટ સ્ક્રિનપ્લે : સ્નેહા દેસાઈ
બેસ્ટ એડિટિંગ : જબીન મર્ચન્ટ
બેસ્ટ લિરિક્સ : પ્રશાંત પાંડે
બેસ્ટ ડેબ્યૂ (ફીમેલ) : પ્રતિભા રાંટા
બેસ્ટ સ્ટોરી ઓરિજનલ : બિપ્લવ ગોસ્વામી