ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ ચોરી લેતા ચોરને પેસેન્જરે શીખવાડ્યો બરાબરનો સબક, બારીમાંથી હાથ પકડીને 15 કિલોમીટર સુધી… જુઓ વીડિયો

ચાલુ ટ્રેનમાં મોબાઇલ ચોરી થવાની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ અને બારી પાસે બેઠા હોઈએ ત્યારે આપણે આપણો મોબાઈલ વાપરતા હોઈએ અને ચોર બારીમાંથી હાથ નાખીને આપણો મોબાઈલ કે પર્સ જેવી કોઈ અગત્યની ચીજવસ્તુ આંચકી લેતા હોય છે, જેના કારણે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખુબ જ સાવચેત રહેવું પડે છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ચોરની ચાલાકી તેના પર એટલી ભારે પડી ગઈ કે તે પોતાના જીવની ભીખ માંગતો જોવા મળ્યો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ચોર બારીની બહાર લટકતો જોવા મળી રહ્યો છે અને ટ્રેનની અંદર બેઠેલા 2 લોકો તેના બંને હાથ પકડીને બેઠા છે. આવી સ્થિતિમાં ચોરે 15 કિમીની મુસાફરી કરી હતી.

આ ચોર રેલ્વે પ્લેટફોર્મ પર ચાલીને પેસેન્જર પાસેથી મોબાઈલ છીનવીને ભાગી જવાની તૈયારીમાં હતો, પરંતુ તેનો દાવ અવળો પડી ગયો. વીડિયોમાં લોકો એકબીજાને કહેતા સાંભળી શકાય છે કે ચોર ફોન છીનવા માટે ટ્રેનની બારી પાસે આવ્યો હતો. ચોર સ્નેચિંગની ઘટનાને અંજામ આપે તે પહેલા જ ટ્રેને તેની ઝડપ પકડી લીધી હતી. વીડિયોમાં ચોર લોકોને અપીલ કરતો રહ્યો કે તેણે ભૂલ કરી છે, પરંતુ મહેરબાની કરીને તેને છોડશો નહીં.

પ્રવાસમાં ચોર પર દયા ખાતી વખતે લોકોએ ચોરને સજ્જડ પકડી રાખ્યો હતો. આ દરમિયાન ચોરના હાથમાં ખૂબ જ દુખાવો થતો હતો, તેની પીડા તેના ચહેરા પરથી દેખાઈ આવે છે. આ વાયરલ વીડિયો બિહારના બેગુસરાયનો જણાવવામાં આવી રહ્યો છે. આ ઘટના બુધવારે રાત્રે 10.30 કલાકે સાહેબુપર કમલ-ઉમેશનગર વચ્ચે સમસ્તીપુર-કટિહાર પેસેન્જર ટ્રેનમાં જણાવવામાં આવી રહી છે. મુસાફરો ચોરને બારીમાંથી 15 કિમી દૂર લટકાવીને ખાગરિયા લઈ ગયા હતા.

Niraj Patel