પોલીસવાળાના ઘરમાં ચોરી કરવા માટે ચોર ઘરમાં ઘુસ્યો, તો મકાન માલિકની છોકરીના રૂમમાં જ સુઈ ગયો, પછી જે થયું તે જાણીને હોશ ઉડી જશે

આપણી આસપાસ અને સમાચારમાં આપણે ચોરીની ઘણી ઘટનાઓ બનતી જોઈએ છીએ, ઘણી ચોરીની ઘટનાઓ એવી પણ હોય છે જે આપણને પણ હેરાન કરી દે છે, ત્યારે આજે અમે તમને એક એવી ઘટના જણાવીશું જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે.

એક ચોર ચોરી કરવા માટે એક ઘરમાં ઘુસી તો ગયો, પરંતુ અહીંયા એસી જોઈને તે ચોરનું મન લલચાઈ ગયું અને ઘરના એક રૂમમાં જ તે સુઈ ગયો. આ રૂમ મકાન માલિકની દીકરીનો હતો. આ આખી ઘટના સવારે સામે આવી ત્યારે જાણીને લોકો પણ ચોંકી ઉઠ્યા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મામલો થાઈલેન્ડના સેન્ટ્રલ પ્રાંતનો છે. અહીંયા એક 22 વર્ષના વ્યક્તિએ રાત્રે 2 વાગે ચોરી કરવાના ઈરાદાથી ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં જતાંની સાથે જ તેને ઊંઘ આવવા લાગી તો તેને ઘરના એક રૂમમાં એસી ચાલુ કર્યું અને ત્યાં જ બેડ ઉપર સુઈ ગયો.

સવારે જ્યારે ઘરના માલિક ઉઠ્યો ત્યારે તે હેરાન રહી ગયા. રૂમમાં એસી ચાલુ હતું અને એક વ્યક્તિ સુઈ રહ્યો હતો. અને આ રૂમ તેમની દીકરીનો હતો. જોકે, તેમની દીકરી આ સમયે ઘરની બહાર હતી. મકાન માલિકે બારીમાંથી રૂમમાં જોયું અને પછી પોલીસને સૂચના આપી દીધી.

જ્યારે તે ચોરને ઉઠાવવામાં આવ્યો ત્યારે તે આંખોને મચેડતા ઉભો થયો. તેનો અંદાજો એવો હતો કે તેને કઈ ખબર જ નહોતી કે શું વાત છે. હેરાનીની વાત તો એ છે કે કે ચોર જેના ઘરમાં પકડાયો તે મકાન મલિક પણ પોલીસવાળો છે.

રિપોર્ટ પ્રમાણે આ ચોર દ્વારા ઘરમાંથી ઘણા કિંમતી સમાન પણ ચોરી લેવામાં આવ્યો હતો. જો કે, તેને ઊંઘ આવી અને તે સુઈ ગયો. તેની ઊંઘ જ તેના ઉપર ભારે પડી ગઈ અને તે પકડાઈ ગયો. હાલમાં પોલીસ તેની સાથે પુછપરછ કરી રહી છે.

Niraj Patel