ખબર

જંગલના રાજા સિંહને એક સામાન્ય કાચબાએ પણ હંફાવી દીધો, ગીરના જંગલમાંથી વીડિયો થયો વાયરલ

ગુજરાતની અંદર આવેલા ગીર વિસ્તારની અંદર સિંહોના રસ્તા ઉપર ફરવાના ઘણા વીડિયો સામે આવે છે. ઘણા વીડિયોની અંદર જોવા મળે છે કે જંગલનો રાજા રસ્તા ઉપર આરામથી લટાર મારતા હોય છે, તો ઘણીવાર એવી ઘટનાઓ પણ કેમેરામાં કેદ થઇ જાય છે જે લોકોમાં પણ કુતુહલ જન્માવે છે.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં જંગલનો રાજા સિંહને એક કાચબો હંફાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યો છે જે ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ નજીકથી. જેમાં ડેમ કાંઠે જઈ રહલ એક કાચબા ઉરપ ત્રણ યુવાન સિંહોની નજર પડી હતી.

જેના બાદ કાચબાનું મોઢું બહાર હોવાના કારણે સિંહોએ તેનો શિકાર કરવાનું વિચાર્યું, પરંતુ સિંહોના શિકાર કરવા જતા જ કાચબાએ તેનું મોઢું પોતાની ઢાલની અંદર છુપાવી લીધું. જેના બાદ સિંહોએ કાચબાનો શિકાર કરવા માટે ખુબ જ મહેનત કરી પરંતુ તેમનાથી કઈ ના વળ્યું અને આખરે તે હાંફીને બેસી ગાઓ અને પછી કાચબો પણ ધીમે ધીમે ચાલી અને ડેમના પાણીમાં જતો રહ્યો.

સિંહો અને કાચબાની આ ઘટના સાસણના આઇએફએસ ડો. મોહન રામના કેમેરામાં કેદ થઇ ગઈ હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો પણ આ વીડિયોને ખુબ જ શેર કરી રહ્યા છે અને આ અદ્ભૂત ક્ષણને જોવાનો લ્હાવો માણી રહ્યા છે. ડો. મોહન રાય તેમના કેમેરામાં આવી ઘણી બધી અદભુત ઘટનાઓની તસવીરો અને વીડિયોને કેદ કરતા રહે છે.