નશામાં ટુન્ન થઈને ગાડી ચલાવી રહ્યો હતો આ વ્યક્તિ, અચાનક આવી ઊંઘ અને પછી જે થયું તે કોઈએ કલ્પના પણ નહોતી કરી

આજે ટેક્નોલોજી ખુબ જ આગળ વધી ગઈ છે ત્યારે જે લોકોને ડ્રાઈવિંગનો કંટાળો આવતો હોય તેવા લોકો માટે પણ ઓટો પાયલટ કાર બજારમાં આવી ચુકી છે. ટેસ્લા જેવી કંપનીએ પોતાની ઓટો પાયલટ કારને બજારમાં લોન્ચ કરી છે. જેના ઘણા વીડિયો પણ સામે આવતા રહે છે. હાલ એક વ્યકણો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જે દારૂ પી અને કાર ચલાવી રહ્યો છે. ત્યારે જ તેને કાર ચલાવતા ચલાવતા ઊંઘ આવી જાય છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. આ મામલો નોર્વેનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં એક 24 વર્ષીય યુવક સાથે મોટી દુર્ઘટના થતા થતા બચી ગઈ હતી. જયારે તે દારૂ પી અને ગાડી ચલાવી રહ્યો હતો અને તેને અચાનક ઊંઘ આવી ગઈ કે તરત જ તેની ટેસ્લા કારમાં રહેલો ઓટો પાયલોટ મોડ ઓન થઇ ગયો.

ઓટો પાયલટ મોડ ઓન થવાની સાથે જ કાર તેની જાતે જ ચાલવા લાગી. ગાડી તેની લેનમાં જ ચાલતી રહી. જેના કારણે તેની ટક્કર કોઈ બીજી ગાડી સાથે ના થઇ. આ કારની બાજુમાં ચાલી રહેલી બીજી કારના ચાલકે તેનો વીડિયો બનાવી લીધો.

તમને જણાવી ડાઇકે કે ટેસ્લા કારની અંદર ઓટો પાયલટ મોડ ત્યારે જ એક્ટિવ રહે છે જ્યાં સુધી તેને ડ્રાઈવિંગ સીટ ઉપર ડ્રાઈવરનો રિસ્પોન્સ મળે છે. જયારે ઘણીવાર સુધી રિસ્પોન્સ ના મળ્યો ત્યારે કાર તેની જાતે જ ઉભી રહી ગઈ. જેના બાદ તેની પાર્કિંગ લાઈટ પણ ચાલુ થઇ ગઈ.

Niraj Patel