ભારતમાં ફૂડમાં જીવાત, હોટલમાં ગંદા ઓશીકા, આ વિદેશી ટેનિસ સ્ટારે આપણા દેશ વિશે કહી ખરાબ ખરાબ વાતો

આપણા રીતિ રિવાજો મુજબ આપણા મહાન ભારત દેશમાં મહેમાનોને ખુબ સારી રીતે વેલકમ કરવામાં આવે છે. ભારતીયોની આગતા સ્વાગતાની એક વિદેશી ટેનિસ સ્ટારે ધૂળ કાઢી છે. સર્બિયન ટેનિસ સ્ટાર Dejana Radanovic એ હાલમાં જ એક ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ માટે ભારત આવી હતી.

જોકે, તેને ભારતમાં એવા કડવા અનુભવો થયા કે તેણે સોશિયલ મીડિયા પર લાંબીલચક પોસ્ટ મૂકી કે, તે હવે ક્યારેય ભારત પાછી આવવા માંગતી નથી. ત્યારે આવી પોસ્ટ કરવા પર તે ટ્રોલ થઈ હતી. રાદાનોવિકે પોસ્ટમાં ભારતીય ભોજન, રહેણી-સહેણી, સ્વચ્છતા, ગંદકીની આલોચના કરી છે.

આ સ્પોર્ટ્સ પર્સને એક પોસ્ટમાં એરપોર્ટની તસવીર શેર કરીને લખ્યું છે કે, ભારતના એરપોર્ટ, હવે હુ તને ક્યારેય નહિ જોઉં. મ્યુનિચ પહોંચવા પર ટેનિસ સ્ટારે એક બીજી પોસ્ટ લખી કે, હેલો, માત્ર એ લોકો જેઓ ભારતમાં ત્રણ સપ્તાહ માટે ભારત જેવો અનુભવ કર્યો છે,

તેઓ મારી ભાવના સમજી શકે છે. બીજી બાજુ તકલીફો વિશે તેણે લખ્યું કે, પરંતુ મને એ સ્વીકાર કરવો પડશે કે ત્યાંના ડ્રાઈવર અદભૂત અને અકસ્માત ક્યારેક રસપ્રદ હોય છે. તમે ક્યારેય જાણી નહિ શકો કે અહી તમારો દિવસ કેવો રહેશે અને દરેક સમયે કોઈને કોઈ હોર્ન વગાડતું રહે છે, જાણે કોઈ ટ્રાફિક રશ ગેમ રમતું હોય.

તેણે કહ્યું કે, તેની ટિપ્પણી ભારતના લોકો વિશે ન હતી, પરંતુ દેશ વિશે હતી. તેથી તેને નક્સલવાદી ન કહી શકાય. ઓહ માય ગોડ, હું વિશ્વાસ કરી શક્તી નથી કે હકીકતમાં કઈ બાબત વિશે વાત કરવાની જરૂર છે. મને ભારત દેશ પસંદ ન આવ્યો. મને ભોજન, તકલીફો, સ્વચ્છતા (ખાવામાં કીડા, હોટલમાં પીળા રંગના ઓશીકા અને ગંદી પથારીનો ઉપયોગ કરવો પડ્યો) પસંદ ન આવી.

YC