ઓફિસર છે કે ધનકુબેર ? નોટો ગણતા ગણતા મશીનો થાકી ગઇ…100 કરોડનો ખજાનો..ક્યાંથી આવ્યા અધિકારી પાસે આટલા બધા પૈસા

તેલંગાણાના ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો એટલે કે ACBએ એક સરકારી અધિકારી પાસેથી લગભગ 100 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ACBના અધિકારીઓએ બુધવારે તેલંગાણા રાજ્ય રિયલ એસ્ટેટ નિયામક પ્રાધિકરણ (TSRERA)ના સચિવ અને મેટ્રો રેલમાં યોજના અધિકારી એસ.બાલકૃષ્ણના પરિસરો પર એકસાથે છાપેમારી કરી હતી.

તેમણે પહેલા હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ટાઉન પ્લાનિંગના નિર્દેશકના રૂપમાં કામ કર્યુ હતુ. ભ્રષ્ટાચાર નિરોધક સંસ્થાની 14 ટીમોની તલાશી દિવસભર જારી રહી હતી અને ગુરુવારે એટલે કે આજે પણ ફરીથી શરૂ થવાની સંભાવના છે. બાલકૃષ્ણના ઘર, કાર્યાલયો, તેમના સંબંધીઓના પરિસરો પર એકસાથે છાપેમારી કરવામાં આવી, જેમાં 100 કરોડ રૂપિયાથી પણ વધારેની સંપત્તિ જપ્ત થઇ.

અત્યાર સુધી 40 લાખ રોકડા, 2 કિલો સોનું, ચલ-અચલ સંપત્તિના દસ્તાવેજ, 60 મોંઘી કાંડા ઘડિયાળો, 14 મોબાઇલ ફોન અને 10 લેપટોપ જપ્ત કર્યા છે. અધિકારીના બેંક લોકર હજુ સુધી ખોલવામાં આવ્યા નથી. એસીબીએ કમસે કમ ચાર બેંકોમાં લોકરોની ઓળખ કરી છે. એસીબી અધિકારીઓને કથિત રીતે અધિકારીના આવાસ પર નોટો ગણવાના મશીન મળ્યા છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શરૂઆતી તપાસમાં સામે આવ્યુ છે કે બાલકૃષ્ણએ ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓમાં કથિત રીતે પરમિટ અપાવી આ કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે. એસીબી અધિકારીઓને શક છે કે એચએમડીએમાં સેવા કર્યા બાદ તેમણે કથિત રીતે સંપત્તિ અર્જિત કરી હતી.

Shah Jina