લેન્ડિંગ બાદ રનવે પર અચાનક આડુ થઇ ગયુ પ્લેન, પેસેન્જર્સના જીવ તાળવે ચોંટ્યા…પણ પાયલટની સૂઝબૂઝથી ટળી મોટી દુર્ઘટના

લેન્ડિંગ બાદ રનવે પર અચાનક આડુ થઇ ગયુ પ્લેન, પેસેન્જર્સના જીવ તાળવે ચોંટ્યા, હિમ્મત હોય તો જ જોજો આ વિડીયો, નીચે આપ્યો છે

અમદાવાદના મેઘાણીનગરમાં થયેલા પ્લેન ક્રેશમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. હજુ તો લોકો આ આઘાતમાંથી બહાર નથી આવ્યા ત્યાં ઇન્ડોનેશિયામાં એક બોઇંગ વિમાન ક્રેશ થતા માંડ માંડ બચ્યુ. એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ખરાબ હવામાનને કારણે બાટિક એરનું બોઇંગ-737 રનવે પર કેવી રીતે લપસી ગયું અને એક બાજુ નમી ગયુ. 27 જૂનના રોજ, બાટિક એરની ફ્લાઇટ PK-LDJ Soekarno-Hatta International એરપોર્ટ પર લેન્ડ કરી રહી હતી ત્યારે ખરાબ હવામાનને કારણે વિમાન રનવે પરથી સરકી ગયું.

આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને વીડિયો વાયરલ થતાં જ લોકો ડરી ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે ભારે વરસાદ વચ્ચે વિમાન ડાબે અને જમણે ઝૂલે છે, જાણે કોઈ રમકડું હવામાં ઝૂલતું હોય. એક ક્ષણ માટે એવું લાગ્યું કે તે જમીન સાથે અથડાઈ જશે પણ પાયલોટે શાનદાર પ્રદર્શન કર્યું.

વિમાનમાં 157 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા. છેલ્લી ઘડીએ પાયલોટે પ્લેન પર નિયંત્રણ મેળવ્યું અને સુરક્ષિત ઉતરાણ કર્યું. ઇન્ડોનેશિયાના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે પાઇલટ્સની હાજરીની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે “ક્રોસવિન્ડ્સના પડકારનો વ્યાવસાયિક રીતે સામનો કર્યો.” લેન્ડિંગ પછી તરત જ એક ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરી હતી અને જાણવા મળ્યું હતું કે અકસ્માતમાં વિમાનને કોઈ ગંભીર નુકસાન થયું નથી. બાદમાં ફ્લાઇટને બીજી જગ્યાએ ખસેડવામાં આવી હતી અને વધુ તપાસ માટે રાખવામાં આવી હતી.

આ ઘટનાએ લોકોને વધુ ડરાવી દીધા છે કારણ કે માત્ર બે અઠવાડિયા પહેલા, 12 જૂનના રોજ, એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયું હતું, જેમાં 242 લોકોમાંથી 241 લોકો માર્યા ગયા હતા. અકસ્માત સમયે નજીકમાં હાજર 19 લોકોએ પણ જીવ ગુમાવ્યા.

Previous Article

ટીવીમાં સીતા-પાર્વતી બનવાવાળી એ 7 એક્ટ્રેસ જે રિયલ લાઇફમાં છે ખૂબ જ ગ્લેમરસ; જુઓ તસવીરો

Next Article

અશ્લીલ તસવીરો મોકલી, પ્રાઇવે** પાર્ટને સ્પર્શ કર્યો....બાળકનું યૌન શોષણ કરનારી મહિલા ટીચર આવી રીતે આવી પકડમાં

error: Protected Content!