“નાગિન 6″ના સેટ પર કરણ કુંદ્રાને જોતા જ બેકાબૂ થઇ તેજસ્વી પ્રકાશ, ખુલ્લેઆમ કરવા લાગી આ હરકત- જુઓ વીડિયો

ટીવીની મશહૂર અભિનેત્રી અને બિગબોસ 15ની વિજેતા તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં સીરિયલ “નાગિન 6″ને લઇને ઘણી જ ચર્ચામાં છે. અભિનેત્રીએ નાગિન બની બધાનું દિલ જીતી લીધુ છે. આ સાથે જ તે તેના અંદાજને કારણે પર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેજસ્વી પ્રકાશનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી તેના બોયફ્રેન્ડ કરણ કુંદ્રાને જોઇ ઉછળવા લાગે છે. આ વીડિયો એક ફેન પેજ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

કરણ અને તેજસ્વીનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર હાલ ખૂબ જ ચર્ચામાં છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, કરણ કહ્યા વગર જ તેની ગર્લફ્રેન્ડ તેજસ્વીની સીરિયલ નાગિન 6ના સેટ પર પહોંચી જાય છે અને તે દૂર ઊભો રહી તેજસ્વીનો વીડિયો બનાવવા લાગે છે. વીડિયોમાં તેજસ્વી તેનો સીન શૂટ કરી ત્યાંથી નીકળે છે ત્યારે જ કરણ તેને કહે છે ઓય નાગિન ! અભિનેતાનો અવાજ સાંભળતા જ તેજસ્વી ખુશીથી ઉછળવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by tejasswilove1 (@tejasswilove1)

તે દોડીને પોતાના બોયફ્રેન્ડ કરણ પાસે જાય છે અને તેને ગળે લાગે છે. તમને જણાવી દઇએ કે, તેજસ્વી અને કરણની કેટલીક તસવીરો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી, જેમાં અભિનેતા તેની ગર્લફ્રેન્ડને કિસ કરતો જોવા મળ્યો હતો.આ તસવીરો કરણે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.કરણ અને તેજસ્વીની લવ સ્ટોરીની વાત કરીએ તો બંને એકબીજાને પહેલાથી જાણતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પરંતુ તેમની મિત્રતા બિગબોસ 15માં થઇ અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ. આજે કરણ અને તેજસ્વી ચાહકોના પસંદગીતા કપલમાંના એક છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કરણે પોતાના અને તેજસ્વીના લગ્ન પર વાત કરી હતી અને કહ્યુ હતુ કે મોડુ મેડમના કારણે જ થઇ રહ્યુ છે, મેડમ પાસે ટાઇમ જ ક્યાં છે.

Shah Jina