Teen stunt videos in Surat : આજના બાળકો બેફામ બન્યા છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે રોડ પર અવનવા સ્ટન્ટ કરીને પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકતા હોય છે. આવા ઘણા વીડિયો તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા હશે. ઘણીવાર આવા સ્ટન્ટ અને સ્પીડના ચક્કરમાં લોકોના જીવ પણ જતા હોય છે. જેનું તાજું જ ઉદાહરણ ઇસ્કોન બ્રિજ પર બનેલી ઘટના છે. જેમાં તથ્ય પટેલ નામના યુવકે 10 લોકોને ઓવર સ્પીડના કારણે મોતને ઘાટ ઉતારી દીધા.
સુરતમાંથી બે વીડિયો આવ્યા સામે :
ત્યારે હવે સોશિયલ મીડિયામાં પણ ઓવર સ્પીડ અને સ્ટન્ટની ઘટનાઓના વીડિયો સતત વાયરલ થતા જોવા મળે છે. પોલીસ પણ આવા લોકો વૃદ્ધ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે સુરતમાં હજુ પણ નબીરાઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે. યુવાનોથી ઠીક પણ કિશોરોની પણ હવે જાણે તેમના માતા પિતાએ લગામ છુટ્ટી મૂકી દીધી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ બે વીડિયો સામે આવ્યા છે, જેમાં એક વીડિયોમાં એક 17 વર્ષનો યુવક ચાલુ કારમાં સ્ટન્ટ કરી રહ્યો છે તો અન્ય વીડિયોમાં 3 સગીર બાળકો બાઈક લઈને જીવ જોખમમાં મુકતા દેખાય છે.
17 વર્ષના કિશોરે ચાલુ કારે કર્યો સ્ટન્ટ :
પહેલો વીડિયો જે વાયરલ થઇ રહ્યો છે તે સુરતના સરથાણા વિસ્તારનો છે. જેમાં એક 17 વર્ષનો કિશોર લક્ઝુરિયસ કારમાં ચાલુ કારે દરવાજો ખોલીને બહાર નીકળે છે. તે એક હાથે સ્ટેયરીંગ પકડી રાખે છે અને પછી દરવાજો ખોલીને ચાલુ કારે જ બહાર નીકળે છે. વીડિયો વાયરલ થતા જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસમાં સામે આવ્યું હતું કે કિશોર 17 વર્ષનો છે અને તેની પાસે લાયસન્સ પણ નથી, જેના કારણે પોલીસે તેના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકો 3 સવારી બાઈક લઈને નીકળ્યા :
તો બીજો વીડિયો સુરતના કામરેજમાંથી સામે આવ્યો છે. જેમાં કામરેજથી સરથાણા જવાના રસ્તા પર 3 બાળકો બાઈક લઈને જતા જોવા મળી રહ્યા છે. બાઈક પર બાળકો ત્રણ સવારીમાં હોવાની સાથે કોઈએ હેલ્મેટ પણ નહોતું પહેર્યું અને નિયમોને પણ નેવે મૂકીને સડસડાટ બાઈક ચલાવી હતી. વીડિયોમાં જોતા બાઈક ચલાવી રહેલા બાળકની ઉંમર 12 વર્ષ જેટલી તો વચ્ચે બેઠેલા બાળકની 3 કે 5 વર્ષ અને પાછળ બેઠેલા બાળકની 5 કે 7 વર્ષ હોવાનું લાગી રહ્યું છે. ત્યારે માતા પિતા પણ પોતાના બાળકોની કોઈ કાળજી નથી રાખતા તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
#સુરત: મોટર સાઈકલ ચલાવતા બાળકનો વીડિયો વાયરલ
એક-બે નહીં પરંતુ ત્રણ બાળકો એકસાથે બાઈક પર જોવા મળ્યા
સરથાણાથી કામરેજ જવાના રસ્તા પરનો વીડિયો હોવાનું અનુમાન#Surat #Gujarat @CP_SuratCity #GujaratiNews #ViralVideos pic.twitter.com/3odm5jnKLZ
— Sanjay ᗪєsai 🇮🇳 (@sanjay_desai_26) August 5, 2023