દેશના આ છોકરાએ નામ કર્યું રોશન, સાઇકલ ઉપર ક્યુબિંગ કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ગિનિસ બુકે શેર કર્યો વીડિયો, જુઓ

આપણા દેશમાં ઘણા લોકો એવા છે જેમની પાસે એક વિશેષ પ્રતિભા છે અને આ પ્રતિભાના જોર ઉપર તે તેમનું નામ વિશ્વભરમાં ગુંજતું કરી દેતા હોય છે. ઘણા લોકોમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું જૂનુન એ હદ સુધી હોય છે કે તેના માટે તે દિવસ રાત પણ એક કરી દેતા હોય છે અને સફળતા મેળવીને જ રાહતનો શ્વાસ લેતા હોય છે. હાલ એવા જ એક યુવકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું છે.

લગભગ સાત દાયકાઓથી, ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ વિશ્વભરમાં કેટલાક સૌથી ભવ્ય કાર્યો અને સિદ્ધિઓ દર્શાવતું પ્લેટફોર્મ બની ગયું છે. સોશિયલ મીડિયાના યુગમાં લોકો માટે આ કાર્યોનો અનુભવ કરવાનું સરળ બન્યું છે કારણ કે રેકોર્ડ્સ પ્લેટફોર્મના સત્તાવાર હેન્ડલ્સ વારંવાર રેકોર્ડ-બ્રેકિંગ વીડિયો પોસ્ટ કરે છે.

આવો જ એક રેકોર્ડ ભારતના એક કિશોર બાળકનો હતો જેણે સાયકલ પર ફરતા પઝલ ક્યુબને ઉકેલવાનો સૌથી ઝડપી સમય કાઢ્યો હતો. વાયરલ વીડિયોમાં ગુરુગ્રામનો સર્વજ્ઞ નામનો એક કિશોર સાઇકલ પર રૂબિક્સ ક્યુબ ઉકેલતો જોવા મળે છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતાં લખ્યું, “સર્વજ્ઞ કુલશ્રેષ્ઠ દ્વારા 12.90 સેકન્ડની સાયકલ પર સ્પીડ ક્યુબિંગ”

તેઓએ ટિપ્પણી વિભાગમાં ઉમેર્યું, “ગુરુગ્રામના સર્વજ્ઞને અભિનંદન, જેમણે 15 વર્ષની ઉંમરે સ્પીડક્યુબિંગ શરૂ કર્યું. તે અન્ય લોકોને રૂબિક્સ ક્યુબ ઝડપથી ઉકેલતા જોઈને પ્રેરિત થયો. સંપૂર્ણ સત્તાવાર રેકોર્ડ ટાઇટલ એ સૌથી ઝડપી સમય છે. સાયકલ પર ફરતા પઝલ ક્યુબ”. હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ સર્વજ્ઞના આ ટેલેન્ટની પ્રસંશા કરી રહ્યા છે.

સર્વજ્ઞએ આ ખિતાબ મેળવવા માટે ખુબ જ મહેનત કરી હતી. તેને રૂબિક્સ ક્યુબ સોલ્વ કરવા માટે પોતાના સમયમાં સુધારો કર્યો  હતો અને ઘણી બધી પ્રેક્ટિસ કર્યા બાદ જયારે તેને લાગ્યું કે હવે તે વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે ત્યારે ફરીથી આ કારનામુ કર્યું અને આજે તે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની ગયો છે.

Niraj Patel