વાયરલ

કોઈ પેપર પ્રિન્ટ કરવાનું પ્રિન્ટર નથી પરંતુ આ પ્રિન્ટરમાંથી નીકળે છે ગરમાગરમ ઢોસા, વીડિયો જોઈને તમારી આંખો ઉપર પણ નહિ કરી શકો વિશ્વાસ

આજે ટેક્નોલોજી ખુબ જ આગળ વધી ગઈ છે, દરેક ક્ષેત્રમાં તમે જોશો તો અવનવી તકનીકો આવી ગઈ છે અને આ ટેક્નોલોજીના કારણે જ માણસના ઘણા કામ પણ આસાન બની ગયા છે. આજે રસોડાની અંદર પણ આધુનિક વસ્તુઓ આવી ગઈ છે જેના કારણે સ્ત્રીઓના કામ પણ ખુબ જ ઓછા થઇ ગયા છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને કોઈની પણ આંખો ચાર થઇ જાય.

તમે તમારા જીવનમાં આવા ઘણા મશીનો જોયા હશે અને ઉપયોગમાં લીધા હશે, જેની તમે ભાગ્યે જ કલ્પના કરી હશે. રોટી મેકરથી લઈને ડીશ વોશર સુધી, આપણે આવા ઘણા મશીનો જોયા છે. ત્યારે હવે આ ક્રમમાં એક નવું મશીન જોશો જે તમારા માટે પ્રિન્ટરની જેમ ઢોસા પ્રિન્ટ કરશે. હા, તમે તે સાચું સાંભળ્યું. તમારા રસોડાના કામને થોડું સરળ બનાવવા માટે નજીકમાં એક નવું મશીન બનાવવામાં આવ્યું છે.

આ ઓટોમેટિક ઢોસા મશીન તમને ઢોસા બનાવશે જેનું નામ છે ઢોસા પ્રિન્ટર. આ મશીન જે સામાન્ય પ્રિન્ટર જેવું દેખાતું હોય છે તે લગભગ A-4 સાઈઝની પાતળી કાગળની ઢોસા શીટ્સ છાપે છે. ઢોસા બનાવવાના આ નવા મશીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. જોકે ઈન્ટરનેટના લોકોને તે એટલું પસંદ નથી આવ્યું.

એક યુઝરે ટ્વીટ કર્યું, “આ નવીનતાનો વ્યય છે. ઢોસા બનાવવો એ સૌથી અઘરો ભાગ નથી પણ તેની બેટર તૈયાર કરવી એ સૌથી અઘરું કામ છે. ચપાતી બનાવવાનું મશીન રોટલી બનાવવા માટે લોટ બાંધે છે જેથી તે પણ સરસ છે.” બીજી બાજુ, કેટલાક વપરાશકર્તાઓએ આ મશીનની પ્રશંસા કરી છે જે આટલી ઝડપથી અને સરળતાથી સ્વાદિષ્ટ ઢોસા બનાવવા માટે છે.