સ્કૂલની શિક્ષિકાને આવી ગયો અચાનક એટલો ગુસ્સો, કે વિધાર્થીઓના ફોન લીધા અને સળગતા ડ્રમની અંદર ફેંકી દીધા, જુઓ વીડિયો

ગુરુને આપણે ત્યાં ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, માતા પિતા બાદ બાલજની પ્રગતિ ઉપર જો કોઈને સૌથી વધુ ખુશી થતી હોય તો તે શિક્ષકને થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે. જેને જોઈને આપણે પણ હેરાન થઇ જાય. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક શિક્ષિકાએ સ્કૂલના બાળકોના મોબાઈલ ફોન ગુસ્સે ભરાઈને સળગતા ડ્રમની અંદર ફેંકી દીધા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના બનીએ છે ઇન્ડોનેશિયાની બોર્ડિંગ સ્કૂલમાં. કેટલાક યુઝર્સ દ્વારા આ ઘટનાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ત્યારે બની જયારે શિક્ષિકાને પોતાની સ્કૂલના બાળકો ઉપર ગુસ્સો આવી ગયો. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક બાળકો એક લાઈનમાં બેઠા છે અને તેમની સામે જ એક ડ્રમમાં આગ સળગી રહી છે.

આ બચ્ચા વચ્ચે જ કોઈ વાતને લઈને શિક્ષિકાને ગુસ્સો આવી ગયો. ત્યારબાદ શિક્ષિકાએ આગળ પાછળ કઈ ના જોયું અને બાળકો પાસેથી તેમના મોબાઈલ માંગી લીધા અને એક એક કરીને તે મોબાઈલ ડ્રમની અંદર સળગતી આગની અંદર ફેંકવાની શરૂ કરી દીધું. રિપોર્ટ પ્રમાણે એક અન્ય શિક્ષિકા પણ આ શિક્ષિકાની મદદ માટે આવી ગઈ અને તેને પણ બાળકોના મોબાઈલ તે સળગતા ડ્રમમાં ફેંકવાની શરૂ કરી દીધી. આ જોઈને બાળકો પણ હેરાન રહી ગયા.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સામેની બાજુ બેઠલા કોઈ બાળકે કદાચ રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો હશે. જેના બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગયો. જેના બાદ લોકો પણ આ મહિલા શિક્ષિકા ઉપર ગુસ્સે ભરાયા અને તેને ખરીખોટી સંભળાવવા લાગ્યા.

Niraj Patel