ટીચર વિદ્યાર્થી સત્ય ઘટના : મહિલા ટીચર જોડે રોજના ૪ કલાક ટ્યૂશન કરતો હતો વિદ્યાર્થી, ચઢ્યો ‘આશિકીનો ખુમાર’ અને…

પ્રાઇવેટ સ્કૂલ ટીચર તેનાથી 17 વર્ષ નાના વિદ્યાર્થી સાથે જે કર્યું એ જોઈને ચીતરી ચડશે

આપણા સમાજમાં વિદ્યાર્થી અને શિક્ષકનો સંબંધ ખુબ પવિત્ર માનવામાં આવે છે. જોકે એક કહેવત આજના દિવસોમાં વધારે સાંભળવામાં મળે છે કે પ્રેમ આંધળો હોય છે. હરિયાણાના પાણીપતથી એક એવો જ મામલો સામે આવ્યો છે જ્યાં એક મહિલા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ થવા લાગ્યો પછી બંને ઘરેથી ભાગી ગયા.

રિપોર્ટ અનુસાર એક પ્રાઇવેટ સ્કૂલ ટીચર તેનાથી 17 વર્ષ નાના વિદ્યાર્થી સાથે ભાગી ગઈ છે. આ મામલો પોલીસમાં નોંધાવ્યા બાદ સામે આવ્યો છે. વિદ્યાર્થીના પિતા તરફથી પોલિસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે કે તેમનો છોકરો ભણવા માટે રોજની જેમ ટ્યૂશન માટે નીકળ્યો અને પછી પાછો આવ્યો નહિ.

છોકરાના પિતાએ રિપોર્ટમાં કહ્યું કે મારો છોકરો રોજની જેમ 2 વાગે મહિલા ટીચરને ત્યાં ટ્યૂશન ભણવા ગયો પરંતુ પાછો આવ્યો નહિ. ઘણા સમય પછી પણ છોકરો ઘરે આવ્યો નહિ તો પરિવારના લોકો ટીચરના ઘરે ગયા જ્યાં ઘણા સમય પછી તેમને છોકરી ગાયબ થઇ ગઈ છે એવી ખબર પડી.

પોલીસ વિદ્યાર્થી અને ટીચરની તાપસ કરી રહી છે પરંતુ હજી સુધી કઈ એવું હાથમાં મળ્યું નથી. પોલીસના પ્રમાણે બંનેએ તેમના મોબાઇલ ફોન બંધ રાખ્યા છે. છોકરાના પરિવારવાળા એ કહ્યું કે છેલ્લા 2 વર્ષથી છોકરો ટ્યૂશન ભણવા જતો હતો. લોકડાઉંનમાં સ્કૂલ બંધ હોવાના લીધે વિદ્યાર્થી રોજના 4-5 કલાકના કલાસ લઈને ટીચરના ઘરેથી પાછો આવતો હતો.

વિદ્યાર્થીના ઘરવાળાનો આરોપ છે કે એ શિક્ષક તેને વાતોમાં ભરાવીને તેની સાથે લઇ ગઈ છે. જણાવી દઈએ કે મહિલા શિક્ષકના છુટાછેડા થયેલા છે અને તે તેના પિયરમાં રહેતી હતી. મહિલા તે જ સ્કૂલમાં ભણાવતી પણ હતી. વિદ્યાર્થીના પરિવારજનોનો આરોપ છે કે 29 મેએ તે ભણવા માટે ગયો હતો પરંતુ આજ સુધીમાં તેની કોઈ ખબર નથી.

Patel Meet