BIG NEWS: વિનાશકારી વાવાઝોડાએ અન્ય રાજ્યોમાં કેવી તબાહી મચાવી છે, જુઓ PHOTOS

તાઉ-તે વાવાઝોડું ગુજરાત બાજુ આવી રહ્યું છે. evamaહવામાન વિભાગના મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 12.30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 145 કિ.મી. દૂર સ્થિત છે. થોડા સમયથી 13 કિ.મી. સ્પીડે કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.

સરકારી વિભાગે આ વાવાઝોડા ને ,અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન’જાહેર કર્યું છે. ચાલો તસવીરોમાં જોઈએ વાવાઝોડાએ અન્ય રાજ્યોમાં કેવી તબાહી મચાવી છે.

ગઈકાલે રાત્રે 9 વાગ્યે સાયક્લોન લેન્ડફોલ થયું હતુ. તેના બાદ જાફરાબાદ પીપાવાવમાં 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. આમ જોઈએ તો હાલ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ જાફરાબાદ અને રાજુલાની છે. અહી ઢગલાબંધ વૃક્ષો તૂટી પડ્યા છે.

ઈલેક્ટ્રીસીટી પણ જતી રહી છે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. તો રાજુલા અને જાફરાબાદને જોડતા રસ્તા પર અનેક વૃક્ષો ધરાશયી થતા બંને શહેરોનો જોડતો માર્ગ બંધ થયો છે. મોડી રાતથી અહી કોઈ અવરજવર થઈ નથી રહી.

ઊના, દીવની વાત કરીએ તો ત્યાં આશરે 300 થી વધુ વક્ષો પડી ગયા છે. ઘણી જગ્યાએ વીજપોલ ધરાશાયી થઇ ગયા છે, જેથી અંધારું છવાઈ ગયેલું. સાંજે 5 વાગ્યાની આસપાસ ઊનામાં 50 કિમીની સ્પીડ હતી,

જે રાત્રીનાં 9 વાગ્યા આસપાસ 133 કિમીની થઇ ગઇ હતી. ઉનામાં મોબાઇલ ટાવર તૂટી પડ્યો હતો. દીવમાં બસસ્ટેન્ડ, બંદર ચોક સહિતનાં વિસ્તારમાં દરિયાના પાણી ઘૂસ્યાં હતા.

18 મેના સવારની વાત કરીએ તો, દીવમા તબાહીના દ્રશ્યો દેખાયા હતા. દીવમા સામાન્ય પતરા પણ તૂટી પડ્યા છે. સરકારી કચેરીમાં શેડ તૂટી પડ્યો છે.

આ બાબતે NDRF ના ડેપ્યુટી કમાન્ડર રણવિજયસિંહએ જણાવ્યું હતું કે, સાયક્લોનની અસર હાલના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેન્ડ ફ્લો લોકેશન મળી ચૂક્યું છે. 44 ટીમ કાર્યરત છે. (અહીં નીચે આપેલ તમામ તસવીરોમાં જુઓ વાવાઝોડાએ અન્ય રાજ્યોમાં કેવી તબાહી મચાવી છે)

ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને રાજકોટમાં ટીમો તૈનાત છે. શિફ્ટ કરવા માટે એનડીઆરએફની ટીમો મદદરૂપ થઈ રહી છે.

વધીમાં તેઓએ કહયું કે આશરે એક લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને કોવિડને ધ્યાનમાં લઈને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કોવિડ ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમો સજ્જ કરવામાં આવી છે.

48 કલાકનો ઓક્સિજન બેકઅપ હોસ્પિટલોને આપવામાં આવ્યો છે. 3 મીટર સુધી ઉંચા મોજા દરિયામાં ઉછળવાની સંભાવના છે

પ્રાપ્ત માહિતી અનુસાર આ સાયક્લોન આજે મોડી સાંજે તે ગુજરાત પહોંચશે. આ વાવાઝોડું વિનાશકારી વાવાઝોડામાં ફેરવાયું રહ્યું છે અને ગુજરાત તરફ વળ્યું છે.

ઉપરની તસ્વીરમાં તમે જોઈ શકો છો કે ઊનામાં વાવાઝોડાને પગલે દરિયામાં વિકરાળ મોજા ઉછળ્યા હતાં.

CM RUPANI UPDATES: વાવાઝોડું આવે એ પહેલા તૈયાર રહેવાનું.

મોબાઈલ ફૂલ ચાર્જ કરી લેજો. SMSથી સંપર્કમાં રહો. અફવાથી દૂર રહેજો. કિંમતી વસ્તુઓ અને દસ્તાવેજો વોટરપ્રૂફ બેગ્સમાં મૂકી દેજો. જીવન જરૂરી વસ્તુઓની એક કીટ પણ બનાવી રાખજો.

વાવાઝોડું આવે ત્યારે અને વાવાઝોડું આવ્યા બાદ એનાથી બચવાના ઉપાયો. ઘરના બારી-બારણાઓ, વિજાણું ઉપકરણો અને ગેસની પાઇપલાઈનની સ્વીચો બંધ રાખજો.

મુંબઈના હાલ

જો ઘર સલામત ના હોય તો વહેલી તકે સલામત સ્થળે પહોંચી જજો.

વીજળીથી ઘરોને નુકસાન

તૂટેલા અથવા જર્જરિત મકાનોથી અને વીજતાર કે થાંભલાઓથી દૂર રહેજો.

સાગરખેડુ ભાઈઓએ થોડી વધારે કાળજી લેવાની છે. રેડિયો સેટ સાથે વધારાની ચાર્જ કરેલી બેટરી રાખજો.

તિરુવનંતપુરમ

બોટ અને વહાણને સલામત સ્થળે મજબૂતાઈથી બાંધી રાખજો.

બાંદ્રા વરલી સી લિંક બંધ

વાવાઝોડાનો સામનો કરવા સજાગ રહીએ સુસજ્જ રહીએ

સુસજ્જ છે ગુજરાત તાઉ’તે વાવાઝોડાનો સામનો કરવા ઓક્સિજનનો બફર સ્ટોક અને વીજળી માટે જનરેટરની વ્યવસ્થા. રેપીડ રિસ્પોન્સ રિસ્ટોરેશન ટીમોની રચના અને વિશેષ આયોજન

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

રાજ્ય કંટ્રોલ રૂમ ફોન નં.1070(લેન્ડલાઈન ફોન માટે), જિલ્લા કંટ્રોલ રૂમ ફોન નં.1077 વાવાઝોડાનો સામનો કરવા સજાગ રહીએ, સુસજ્જ રહીએ

YC