ટાટા સ્ટીલમાં આ કંપનીઓનું મર્જર થતા જ લાગી 10 % અપર સર્કિટ, તમારી પાસે આ શેર છે? વાંચો ફટાફટ

ટાટા ગ્રુપની કંપની ટાટા સ્ટીલ સાથે મર્જરનો સોદો તૂટવાને કારણે એક કંપનીનો સ્ટોક સોફાની તેજીથી વધ્યો અને 20% ઉછળ્યો. જો કે, Tata Steel એ પાંચ અન્ય કંપનીઓ સાથે ડીલ પૂરી કરી હતી. ગત બુધવારના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આપવામાં આવેલ જાણકારીમાં કંપનીએ કહ્યુ કે- તેણે કારોબારને સરળ બનાવવા 9માંથી 5 કંપનીઓનું મર્જર કર્યુ છે. ત્યાં ત્રણને લઇને વાત ચાલી રહી છે.

બુધવારે મર્જર થયેલ કંપનીમાં Tata Steel Mining Ltd, Tata Steel Long Products Ltd, S&T Mining Company Ltd, The Tinplate Company of India Ltd અને Tata Metalicks Ltd સામેલ છે. ત્યાં જે કંપનીઓ સાથે મર્જર પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ભુવનેશ્વર પાવર પ્રાઇવેટ લિમિટેડ, અંગુલ એનર્જી લિમિટેડ અને ધ ઇન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડકટ્સ લિમિટેડ સામેલ છે.

ટાટા ગ્રુપની કંપનીએ કહ્યુ કે- વર્ષ 2023માં રેકોર્ડ 19,700 કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવર ધરાવતી પાંચ કંપનીઓનું મર્જર વધુ સારી કામગીરીની તક દર્શાવે છે. ટાટા સ્ટીલ માઇનિંગનું ટર્નઓવર FY23માં 5,000 કરોડ, ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સનું 7,464 કરોડ, ટીનપ્લેટનું 3,983 કરોડ અને મેટાલિક્સનું 3,260 કરોડ હતું. ટાટા સ્ટીલે 2022માં એલાન કર્યુ હતુ કે નવ કંપનીઓનું મર્જર કરવામાં આવશે, જેમાં એક સાથે ડીલ તૂટી ચૂકી છે.

આ કંપની ટાટાની સબ્સિડરી કંપની TRF છે, આ સ્ટોક બુધવારે 20 ટકા સુધી ચઢ્યો અને પાંચ દિવસમાં આ સ્ટોક 28 ટકા ચઢ્યો છે. આજે એટલે કે 12 ફેબ્રુઆરીએ 475 પર શેર છે. ટાટા સ્ટીલ પાસે ટીઆરએફ લિમિટેડમાં 34 ટકા શેર છે અને આને એક સહયોગી કહેવામાં આવે છે. આજે આ શેર પર 10% અપર સર્કિટ લાગી છે.

Shah Jina