ખબર

ટાટા નેનો સાથે મહિન્દ્રા થારની થઇ જબરદસ્ત ટક્કર, પણ પછી થારની થઇ એવી હાલત કે લોકોએ કે કલ્પના પણ નહિ કરી હોય.. જુઓ વીડિયો

ગુજરાત સમેત દેશભરમાં અક્સ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો આવા અકસ્માતનો ભોગ બનતા હોય છે અને કેટલાય લોકોના જીવ પણ ચાલ્યા જતા હોય છે. તો આવા અકસ્માતમાં પોતાની જાતને બચાવવા માટે લોકો મોંઘી અને સારી સેફટી વારી કાર પણ ખરીદતા હોય છે. પરંતુ હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને સૌને હેરાન કરી દીધા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં રોડ પર મહિન્દ્રા થાર અને ટાટા નેનો વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કરનું પરિણામ જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો. કારણ કે ભાઈ… અથડામણમાં થાર ઉંધી થઈ ગઈ, જ્યારે નેનો સીધી રહી. કયું વાહન વધુ મજબૂત છે તે અંગે ટ્વિટર પર ચર્ચા ચાલી રહી છે.

આ ઘટનાનો વાયરલ વીડિયો જોઈને કેટલાક લોકોએ મજાકમાં લખ્યું કે નેનોએ થારને ઘાયલ કરી. ઘણા લોકો મહિન્દ્રાની ક્વોલિટી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે તો ઘણા લોકો ટાટાની મજબૂતીના પણ વખાણ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટાટા નેનો સાથે ટક્કર ખાઈને મહિન્દ્રા થાર પલ્ટી ખાઈને રોડ પર પડી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જયારે ટાટા નેનો રોડના કિનારા પર ઉભી છે. આ ઘટના એક વળાંક દરમિયાન ઘટી હોવાનું વીડિયો દ્વારા અનુમાન લગાવી શકાય છે. તો આ ઘટનાની સામે આવેલી એક તસ્વીરમાં ટાટા નેનોનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.