ક્યારેય જોયું છે તમે 100 વર્ષ જૂનું ઈંડુ ? આ મહિલાએ ખાઈને જણાવ્યું કેવો છે ટેસ્ટ પછી ઇન્ટરનેટ ઉપર મચી ગઈ ધમાલ, જુઓ વીડિયો

બે દિવસ જૂનું વાસી ખાવાનું ખાવા માટે આપણે મોઢું પણ બગાડીએ છીએ, પરંતુ એક મહિલાએ 100 વર્ષ જૂનું ઈંડું ખાઈને દુનિયાને ચોંકાવી દીધી છે. આ મહિલાએ લોકોને 100 વર્ષ જૂના ઈંડાનો સ્વાદ પણ જણાવ્યો છે. મહિલાએ આનો એક વીડિયો ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યો છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો સતત તેના વિશે વાત કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે 100 વર્ષ જૂના ઈંડાનું છીપ હજુ પણ સફેદ છે. જ્યારે તેની અંદરનો ભાગ સાવ કાળો થઈ ગયો છે. આ 100 વર્ષ જૂનું ઈંડું આજકાલ ચર્ચાનો વિષય છે. લોકો આ ઇંડાને સેન્ચ્યુરી એગ તરીકે ઓળખે છે. તમને જણાવી દઈએ કે આ ઇંડાને માટી, રાખ, ચૂનો અને મીઠું જેવી સામગ્રી સાથે લાંબા સમય સુધી રાખવામાં આવે છે. તેનાથી ઈંડાનો રંગ બદલાઈ જાય છે.

આ રીતે રાખવાથી ઈંડાની જરદીનો રંગ ઘાટો થઈ જાય છે. મહિલાએ જણાવ્યું કે તેનો સ્વાદ સામાન્ય ઈંડાથી બિલકુલ અલગ હતો. મહિલાએ જણાવ્યું કે આ 100 વર્ષ જૂના ઈંડાનો સ્વાદ ક્રીમી થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે આવા જૂના ઈંડાનો ઉપયોગ રેમેન, ટોફુ અને અન્ય ચટણી સાથે કરવામાં આવે છે. જેનો સાઈડ ડીશ તરીકે ઉપયોગ થાય છે. જો કે તેની ઉત્પત્તિ વિશે ઘણી દંતકથાઓ ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ashley (@ashyi)

વાયરલ થઈ રહેલા વીડિયોમાં મહિલા ઈંડાની રસપ્રદ રચના અને સ્વાદનું વર્ણન કરી રહી છે. આ વીડિયો પોસ્ટ થયા બાદ લોકોએ તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. અમે આ વીડિયોની પુષ્ટિ નથી કરતા. કેટલાક લોકોએ આ ઈંડા ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે કેટલાક લોકોએ ઈંડાને જોઈને કહ્યું કે તેઓ તેને મૃત્યુ સુધી ખાઈ શકશે નહીં. એક યુઝરે કહ્યું કે તે ચોક્કસપણે આ ઈંડાને એકવાર ખાવાનું પસંદ કરશે, જેથી તે તેનો ટેસ્ટ જાણી શકે.

Niraj Patel