આટલી સુંદર મહિલાને આવી વ્યક્તિ પ્રત્યે પ્રેમ થઈ શકે નહીં, તે પૈસા માટે તેની સાથે છે. જાણો સમગ્ર મામલો

સુષ્મિતા-લલિત મોદીના રિલેશનશિપ પર તસલીમાએ કહ્યું, શું સુષ્મિતા સેન પૈસા માટે વેચાઈ ગઈ? હોબાળો મચી ગયો

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અને લલિત મોદીનુ અફેર હાલ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે લેખિકા તસલીમા નસરીને પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને અભિનેત્રી પર નિશાન સાધ્યું છે. તસલીમા નસરીનનું પહેલું ટ્વિટ 15 જુલાઈ 2022ના રોજ વાયરલ થયુ હતું જ્યારે IPLના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના વેકેશનના ફોટા શેર કર્યા હતા અને તેણીને બેટર હાફ જણાવ્યું હતું.

તે સમયે લેખિકાએ સુષ્મિતા સેન માટે કહ્યું હતું કે તેને આવા માણસની જરૂર નથી. હવે લેખકે સુષ્મિતા સેન સાથેની તેની મુલાકાતને યાદ કરી અને અભિનેત્રીને પૂછ્યું કે શું તે પૈસા માટે વેચાઈ હતી? તસલીમા નસરીને ફેસબુક પર એક પોસ્ટ લખી, હું એકવાર સુષ્મિતા સેનને કોલકાતા એરપોર્ટ પર મળી હતી. તેણે મને ગળે લગાડી અને કહ્યું કે હું તને પ્રેમ કરું છું. હું જ્યાંથી આવું છું ત્યાં મારાથી ઊંચું કોઈ નહોતું પણ તે દિવસે હું તેની સામે નાની લાગતી હતી. તે દિવસે હું તેની સુંદરતા પરથી મારી નજર હટાવી શકી નહીં. મને તેનું વ્યક્તિત્વ ખૂબ ગમ્યું.

તેણે નાની ઉંમરે બે દીકરીઓને દત્તક લીધી હતી. તેની પ્રામાણિકતા, હિંમત, જાગૃતિ, દૃઢ નિશ્ચય ખૂબ જ ગમે છે. તસલીમા નસરીને સુષ્મિતા સેનના લલિત મોદી સાથેના સંબંધો વિશે લખ્યું- પરંતુ સુષ્મિતા સેન હવે ઘણા ગુનાઓમાં સંડોવાયેલા એક કદરૂપા માણસ સાથે સમય વિતાવી રહી છે કારણ કે તે અમીર છે ? તો શું તે પૈસા માટે વેચાઈ હતી ? કદાચ તે ખરેખર તે માણસ સાથે પ્રેમમાં છે. પરંતુ વિશ્વાસ નથી કરી શકતી કે તે ખરેખર પ્રેમમાં છે. બહુ જલ્દી માન ગુમાવી દે છે.

આ પહેલા તસલીમા નસરીને શુક્રવારે ટ્વિટ કરીને લખ્યું હતું કે, સુષ્મિતા સેન ખૂબ જ આત્મનિર્ભર અને આત્મવિશ્વાસ ધરાવતી છોકરી છે. પણ શા માટે તે આવા માણસ સાથે લગ્ન કરશે ? આવી કોઈ જરૂર નથી. તમને જણાવી દઈએ કે લલિત મોદીએ દાવો કર્યો હતો કે તે સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યા છે. બીજી તરફ લલિત મોદી પર સુષ્મિતા સેને પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ન તો તેણે લગ્ન કર્યા છે અને ન તો સગાઈ કરી છે. તે જ્યાં છે ત્યાં ખુશ છે.

Shah Jina