આ ભાઈ પોતાના મિત્રોને નીકળ્યો 7 લાખનો આઈફોન ગિફ્ટમાં આપવા, મિત્રોએ પ્રેન્ક સમજીને ફેંકી દીધા, જુઓ મજેદાર વીડિયો

7.54 લાખના 6 આઈફોન 14 ખરીદીને મિત્રોને ભેટ આપવા નીકળ્યો આ ભાઈ, મિત્રોએ પ્રેન્ક સમજીને કર્યું એવું કે જોઈને તમે પણ પેટ પકડી લેશો… વાયરલ થયો વીડિયો

આજકાલ લોકો સોશિયલ મીડિયામાં ઘણા બધા પ્રેન્ક વીડિયો બનાવતા હોય છે અને આ વીડિયો વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે ઘણા લોકો પોતાના મિત્રો સાથે પણ પ્રેન્ક કરતા હોય છે, પરંતુ મિત્રો ઘણીવાર તેમના આ પ્રેન્કને સમજી લેતા હોય છે અને તેમના પ્રેન્કમાં ફસાવાથી બચતા હોય છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે કોઈ મિત્ર હકીકતમાં તેમના માટે કંઈક કરતો હોય છે અને મિત્રો તેને પ્રેન્ક સમજી લે છે.

આવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મિત્ર પોતાના મિત્રો માટે 7 લાખ રૂપિયાના આઈફોન ખરીદીને તેમને ભેટમાં આપવા માટે નીકળે છે. પરંતુ મિત્રો તેને પ્રેન્ક સમજી લે છે અને પેક કરેલા આઈફોનને નાખી પણ દેતા જોવા મળે છે. ત્યારે આ વીડિયો લોકોને હવે ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો બીજા કોઈએ નહિ પરંતુ પ્રખ્યાત યુટ્યુબર અમિત શર્માએ બનાવ્યો છે.

વીડિયોમાં તે તેની ટીમમાં કામ કરતા મિત્રોને iPhone 14 (iPhone 14) ગિફ્ટ કરતો જોવા મળ્યો હતો. અમિતે જ્યારે મિત્રોને મોંઘો ફોન ગિફ્ટ કર્યો ત્યારે બધાની પ્રતિક્રિયા જોવા જેવી હતી. અમિતના ઘણા વીડિયોમાં પ્રેન્ક જોવા મળે છે. તેની ટીમના સાથી એક સમયે તે સ્વીકારવા તૈયાર ન હતા કે તેને મોંઘો iPhone 14 ભેટમાં આપવામાં આવ્યો હતો.

અમિત શર્માની Crazy XYZ નામની યુટ્યુબ ચેનલ છે, આ ચેનલ પર તેના 25 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. તેના લેટેસ્ટ વીડિયોમાં અમિતે કહ્યું કે તેની ટીમમાં દરેક વ્યક્તિ ખૂબ જ મહેનત કરે છે, તેથી તેમને આ સરપ્રાઈઝ આપવી ખૂબ જ જરૂરી હતી. અમિતે iPhone 14ના અલગ-અલગ મોડલના 6 ફોન ખરીદ્યા, તેનું બિલિંગ 7 લાખ 53 હજાર રૂપિયા હતું. તમામ ફોનની કિંમત 90 હજારથી 1.5 લાખ રૂપિયા વચ્ચે હતી.

અમિતે કહ્યું કે જો કે તે iPhone 14 Pro Max ખરીદવા માંગતો હતો પરંતુ તે શોરૂમમાં ઉપલબ્ધ નહોતો. અમિતે પહેલેથી જ iPhone 14 ખરીદ્યો હતો. અમિત સૌથી પહેલા તેના પાર્ટનર વિકાસને iPhone 14 ગિફ્ટ કરવા ગયો હતો, પરંતુ વિકાસને વિશ્વાસ ન થયો કે તેને ફોન મળી રહ્યો છે. તેણે તો એમ પણ કહ્યું કે ભાઈ જોઈતા નથી, લઈ જાઓ. ખરેખર, વિકાસને લાગ્યું કે તેની મજાક કરવામાં આવી રહી છે.

આ પછી અમિતે કરતારને iPhone 14 ગિફ્ટ કર્યો, પરંતુ તે પણ માની શક્યો નહીં. કરતારે ફોનને પ્રેન્ક સમજીને જમીન પર ફેંકી દીધો. ગિફ્ટ આપતી વખતે અમિત રાહુલ અને અંકિત પાસે ગયો, પરંતુ બંને મોબાઈલ અનબોક્સ કરવા તૈયાર ન હતા. અમિતે ખૂબ આજીજી કરી ત્યારે તેણે જઈને ફોન અનબોક્સ કર્યો. આ દરમિયાન મોહિતની એન્ટ્રી થઈ, તેને અમિતે આઈફોન 14 પણ ભેટમાં આપ્યો. જ્યારે અમિતે મોહિતને પૂછ્યું કે તે iPhone 14 મેળવીને ખુશ નથી?

આના પર મોહિતે કહ્યું કે મને લાગે છે કે તમે પાછલી વખતની જેમ તેમાં પણ પથ્થર રાખ્યો હશે. પણ જ્યારે મોહિતે બોક્સ ખોલ્યું તો તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. છેલ્લે અમિત શર્માએ તેમની ટીમ સાથે મળીને બબલુને iPhone 14 ભેટમાં આપ્યો હતો. અંતે અમિતે બીજા મિત્ર શશિકાંતને iPhone 14 ભેટમાં આપ્યો. તેના આ વીડિયોને 30 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Niraj Patel