રાજકોટમાં સ્વામિનાયરાયણ ગુરુકુળના સાધુએ મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા, આરોપ છે કે ગર્ભ રહી જતા કર્યું એવું કે….

Swaminaraya Sadhu rapes a woman : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદોમાં ચાલી રહ્યો છે, ઘણી યુવતીઓ અને મહિલાઓ દ્વારા અવાર નવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પર છેડતી અને દુષ્કર્મના આરોપ લગાવવામાં આવતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી પણ સામે આવી છે, જ્યાં એક સાધુ દ્વારા એક 30 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ખુદ મહિલાએ નોંધાવતા ચકચારી મચી ગઈ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા બે સંતો અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ એક મહિલા દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર ગુરુકુળમાં રહેતા ધર્મસ્વરૂપદાસ સ્વામી દ્વારા છેલ્લા 3 વર્ષથી આ 30 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ ગુજરાતું હોવાનું જણાવાયું છે.

ધર્મસ્વરૂપદાસ સ્વામીએ 25/12/2020ના રોજ ફેસબુકના માધ્યમથી મહિલાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી, જે મહિલાએ એક્સેપટ કરતા સ્વામીએ ફેસબુક અને વૉટ્સએપ દ્વારા વાતચીત પણ શરૂ કરી હતી. જેના બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ અને વર્ષ 2021ના ફેબ્રુઆરી મહિનામાં સ્વામીએ મહિલાને મળવા માટે પણ બોલાવી હતી, જેના બાદ મહિલા સ્વામીને મળવા માટે ખીરસરા ગામ ખાતે આવેલ ગુરુકુળમાં આવી હતી.

જ્યાં તેને લેવા માટે મયુર કાંસોદરીયા નામનો વ્યક્તિ આવ્યો હતો. મહિલાને ગેસ્ટ રૂમમાં બેસાડયા બાદ સ્વામી ત્યાં આવ્યા અને ખોટી હમદર્દી બતાવી મહિલાને ભેટી પડ્યા અને તેના બાદ મહિલાને ચુંબન કરવાનો પણ પ્રયાસ કરતા મહિલાએ પ્રતિકાર કર્યો તો સ્વામીએ તેની સાથે લગ્ન કરવાનું કહીને ગેસ્ટ રૂમમાં જ લગ્ન પણ કરી લીધા અને ત્યારબાદ મહિલા સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા. મહિલા તેના પરિવારને પણ બીજીવાર લઈને આવી તો સ્વામીએ ગળામાં કંઠી પહેરાવી દીક્ષા પણ આપી દીધી.

સ્વામીએ મહિલાને કહ્યું હતું કે આપણે સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન ના કરી શકીએ, આપણે સાધુ સાધ્વી બનીને જ રહેવું પડશે. મહિલા પણ સ્વામીની વાતોમાં આવી ગઈ અને ગુરુકુળમાં આવવા લાગી, જયારે મહિલા હોસ્ટેલના રૂમમાં રોકાતી ત્યારે સ્વામી તેની સાથે દિવસ રાત થઈને 5 વાર સંબંધો પણ બાંધતો. આ દરમિયાન મહિલાના પિરિયડ મિસ થતા તેને તપાસ કરાવતા તે ગર્ભવતી થઇ હોવાનું સામે આવ્યું હતું. જેના બાદ સ્વામીએ ગર્ભપાત માટેની દવા આપતા મહિલાએ ગર્ભપાત કરાવ્યો હતો.

જેના બાદ સ્વામી અને મહિલા વચ્ચે મતભેત થતા મયુર અનેબીજા અન્ય મોટા સ્વામી નારાયણસ્વરૂપદાસ દ્વારા મહિલાને ધમકીઓ પણ આપવામાં આવી હતી. જેના બાદ મહિલા બધું જ છોડીને રાજકોટ આવી ગઈ અને પોતાના માતા પિતાને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. રાજકોટ આવ્યા બાદ પણ સ્વામીએ ફોન દ્વારા ધમકીઓ આપી હતી. જેથી મહિલાએ આખરે કંટાળીને પોલીસ ફરિયાદ કરતા પોલીસે ધર્મસ્વરૂપદાસ સ્વામી, મયુર અને નારાયણસ્વરૂપદાસ સામે ગુન્હો નોંધ્યો છે.

SOURCE 1 gujarati.news18 , SOURCE 2 gujarati.abplive

Niraj Patel