વાયરલ

આ SUVનો દિલધડક સ્ટન્ટ જોઈને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો… 26 કરોડ કરતા પણ વધારે લોકોએ જોયો વીડિયો

સોશિયલ મીડિયા આજે એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં દૂર બીજા દેશની ઘટનાઓ પણ પળવારમાં દુનિયાના ખૂણે ખૂણે વાયરલ થઇ જાય છે. ઘણા લોકો સ્ટન્ટના શોખીન હોય છે અને તેમના વીડિયો પણ તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે, આ વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરતા હોય છે, હાલ એક એસયુવી કારનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

આપણે ઘણા લોકોને બાઈક અને કાર સાથે સ્ટન્ટ કરતા જોયા હશે, પરંતુ આ વીડિયોમાં તમને એક અલગ જ સ્ટન્ટ જોવા મળશે..આ વીડિયોમાં જે સ્ટન્ટ ડ્રાઈવરે કર્યો છે તે જોઈને તમે ચોક્કસ હેરાન રહી જશો. એક વ્યક્તિ ખુબ જ સાંકળા રસ્તા ઉપરથી એસયુવી કાર ઉતારે છે. આ દરમિયાન એવું લાગે છે કે કાર આ રસ્તા ઉપર 180 ડિગ્રીના કોણ ઉપર ઉભી થઇ જાય છે. એવું પણ લાગે છે કે કાર પડી જશે, પરંતુ ડ્રાઈવર ગાડીને ખુબ જ કુશળતાથી નીચે ઉતારે છે.

આ વીડિયો 4 મિનિટ 15 સેકેંડનો છે. વીડિયોમાં ગાડીની બહાર એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે. જે ડ્રાઈવરને સતત જણાવી રહ્યો છે કે ગાડીને કેવી રીતે નીચે ઉતારવાની છે. લગભગ 3 મિનિટ મહેનત કર્યા બાદ ડ્રાઈવર ગાડીને નીચે કાદવ વાળા રસ્તા ઉપર ઉતારે છે. એક ક્ષણ માટે તો એવું પણ લાગે છે કે કાર ફસાઈ જશે, પરંતુ એવું નથી બનતું.

આ વીડિયોને અત્યાર સુધી 258 મિલિયન લોકોએ જોયો છે અને 41 હજાર કરતા પણ વધારે લોકોએ લાઈક કર્યો છે. સોશિયલ મીડિયામાં આ દિલ ધડક વીડિયો જોઈને આ સાહસ કરનારા ડ્રાઈવરની પણ પ્રસંશા કરી રહ્યા છે. ફેસબુકના જે પેજ ઉપર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, તેમાં આવા ઘણા વીડિયો તમને જોવા મળી જશે.