પૂર્વ પ્રેમી રોહમન સાથે આ જગ્યાએ જતી દેખાઈ સુષ્મિતા સેન, વીડિયો જોઈને લલિત મોદીને લાગી શકે છે જટકો

સુસ્મિતા સેન જૂના બોયફ્રેન્ડ સાથે હરવાફરવા માંડી, હવે ભાગેડુ લલિત મોદીનું શું થશે? જુઓ બંને ક્યાં જઈ રહ્યા છે

બ્યુટી ક્વીન સુષ્મિતા સેન પોતાની લવ લાઈફને લીધે હંમેશા ચર્ચામાં રહી છે. થોડા દિવસો પહેલા જ બિઝનેસમેન લલિત મોદીએ સુષ્મિતા સાથેના રિલેશનનો ખુલાસો કર્યો હતો. બંને એકબીજાને ગત છ મહિનાથી ડેટ કરી રહ્યા છે. આ ખુલાસાએ લોકોને હેરાન કરી દીધા હતા. એવામાં હવે સુસ્મિતા પોતાના લાંબા સમયના પૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જોવા મળી હતી.

સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”ની ગત દિવસે સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. જેમાં સુષ્મિતા પોતાની દીકરીઓ સાથે આ ફિલ્મ જોવા માટે પહોંચી હતી. જો કે સુષ્મિતા સાથે તેની દીકરીઓ સિવાય તેનો પૂર્વ પ્રેમી રોહમન પણ જોવા મળ્યો હતો, જો કે તેની સાથે લલિત મોદી હાજર ન હતો. એવામાં સુષ્મિતાને પોતાના હાલના પ્રેમી લલિતને બદલે પૂર્વ પ્રેમી રોહમન સાથે જોતા લોકો હેરાન રહી ગયા હતા.

સોશિયલ મીડિયા પર સુષ્મિતા અને રોહમનનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સુષ્મિતા બ્લુ આઉટફિટમાં તો રોહમન બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. વીડિયો સામે આવતા જ યુઝર્સે સુષ્મિતાને આડે હાથ લીધી અને કમેન્ટમાં પૂછ્યું કે, લલિત મોદી ક્યાં છે? અન્ય એક યુઝરે પૂછ્યું કે, આ શું ચાલી રહ્યું  છે? અન્ય એકે પૂછ્યું કે,આ કરવા શું માંગે છે?

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

પહેલા પણ સુષ્મિતા રોહમન સાથે પાર્ટી કરતા જોવા મળી હતી. ગત દિવસોમાં સુષ્મિતાએ પોતાની માં શુભ્રા સેનનો જન્મદિસવ ઉજવ્યો હતો આ દરમિયાન સુષ્મિતાએ પાર્ટી ખુબ એન્જોય કરી હતી, આ દરમિયાન રોહમન પણ જોવા મળ્યો હતો. પાર્ટી દરમિયાન સુષ્મિતા લાઈવ આવી હતી અને બેકગ્રાઉન્ડમાં રોહમન પણ દેખાઈ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Rao (@bg0260)

લાઈવ વીડિયોમાં સુષ્મિતા પરિવાર સાથે ખુબ મસ્તીના મૂડમાં દેખાઈ રહી હતી. એવામાં વીડિયોમાં લોકો રોહમનને જોતા તેઓ હેરાન રહી ગયા હતા. આ સિવાય સુષ્મિતાની બંને દીકરીઓ રેને અને અલીશા પણ રોહમનની ખુબ ક્લોઝ જોવા મળી હતી. રોહમન અને સુષ્મિતા વચ્ચે બ્રેકઅપ થઇ ચૂક્યું છે પણ આવા વિડીયો જોઈને લાગી રહ્યું છે જે હજુ પણ બંને વચ્ચે સારી એવી મિત્રતા છે.

Krishna Patel