વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું ગોચર અને તેમની સ્થિતિમાં થતા ફેરફારોનું ખૂબ મોટું મહત્વ હોય છે. જ્યોતિષીય ગણતરી મુજબ, ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે સૂર્ય અને શનિ વચ્ચે ‘ષડાષ્ટક યોગ’ રચાવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ પડકારજનક અને અશુભ માનવામાં આવે છે. સૂર્ય આત્મવિશ્વાસ, માન-સન્માન અને પિતાના કારક છે, જ્યારે શનિ કર્મ, શિસ્ત અને કઠોર પરિશ્રમનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને ગ્રહોની પરસ્પર પ્રતિકૂળ સ્થિતિને કારણે કેટલીક રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે.
જ્યોતિષીય આકલન અનુસાર, આગામી સમયમાં સિંહ, મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોએ કારકિર્દી, આર્થિક બાબતો અને સંબંધોના મામલામાં અત્યંત સાવચેતી રાખવાની જરૂર છે. આવો જાણીએ આ ત્રણ રાશિના જાતકોએ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું પડશે:

૧. સિંહ રાશિ (Leo)
સૂર્ય એ સિંહ રાશિનો સ્વામી ગ્રહ છે, તેથી આ રાશિ પર સૂર્યના ગોચરની સૌથી વધુ અસર જોવા મળશે.
-
કારકિર્દી અને વ્યવસાય: વ્યાવસાયિક જવાબદારીઓમાં અચાનક વધારો થઈ શકે છે અથવા સહકર્મીઓ સાથે મતભેદ ઊભા થવાની સંભાવના છે. કાર્યસ્થળ પર પોતાના વિચારો વ્યક્ત કરતી વખતે શબ્દોની પસંદગી ખૂબ કાળજીપૂર્વક કરવી. વરિષ્ઠ અધિકારીઓ સાથે અસંમતિ હોય તો પણ આવેશમાં આવીને પ્રતિક્રિયા આપવાનું ટાળવું.
-
નાણાકીય બાબતો: વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ કોઈ નવા કરાર કે ડીલ પર આગળ વધતા પહેલા તેની તમામ શરતોની ઝીણવટપૂર્વક તપાસ કરી લેવી. નાણાકીય બાબતોમાં બજેટનું પાલન કરવું અને બિનજરૂરી ખર્ચ ટાળવો હિતાવહ છે.
-
પરિવાર: પરિવાર સાથે વાતચીત કરતી વખતે ધીરજ અને સંયમ જાળવો.

૨. મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન આર્થિક ક્ષેત્રે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.
-
આર્થિક નિર્ણયો: જો તમે કોઈ નવું રોકાણ કરવાનું કે મોટો ખર્ચ કરવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા તમારી વાસ્તવિક જરૂરિયાતો અને બજેટનું યોગ્ય મૂલ્યાંકન અવશ્ય કરી લો.
-
કાર્યસ્થળ: નોકરી કરતા વ્યાવસાયિકોએ પોતાની જવાબદારીઓ સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપવું. સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો અને સંયમ જાળવવો.
-
વેપાર: વેપારી વર્ગે નવી ભાગીદારી કે ડીલ ફાઇનલ કરતા પહેલા તમામ દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરી લેવી, જેથી ભવિષ્યમાં નુકસાન ન થાય.

૩. વૃશ્ચિક રાશિ (Scorpio)
વૃશ્ચિક રાશિના જાતકો માટે કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું આ સમયે સૌથી મોટો પડકાર રહેશે.
-
ધીરજ અને સંયમ: જો કોઈ મહત્વપૂર્ણ યોજના કે કામમાં વિલંબ થાય, તો નિરાશ થવાને બદલે વ્યવસ્થિત રીતે તમારું કામ ચાલુ રાખો.
-
આર્થિક સાવધાની: નાણાકીય મામલાઓમાં કોઈપણ પ્રકારના જોખમી નિર્ણયો લેવાનું ટાળવું. કોઈની પણ અણધારી સલાહ પર પૂરતી તપાસ કર્યા વગર નાણાંનું રોકાણ ન કરવું.
-
સંબંધો: પરિવાર અને અંગત સંબંધોમાં ગેરસમજ ઊભી ન થાય તે માટે ખુલ્લા મને સ્પષ્ટ સંવાદ રાખો. કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા તેના તમામ પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરો.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)