સુરતમાંથી સામે આવ્યો લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાનો મામલો, જાણિતી ડેરીના મિઠાઇ પર જોવા મળ્યો વંદો

પિત્ઝા, બર્ગર બાદ હવે મીઠાઈમાં વંદા:સુરતની જાણીતી વિજય ડેરીમા મીઠાઈ પર વંદા ફરતા જોવા મળ્યા, વીડિયો વાઇરલ થતાં ફૂડ વિભાગ દોડતો થયો

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી પિઝા, બર્ગર કે કોઇ ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે તહેવારોની મોસમ પૂરી થઇ ગયા પછી પણ સુરતમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોવાની ઘટના હાલમાં જ સામે આવી. પિઝા અને બર્ગર બાદ હવે સુરતમાં ડેરીમાં વેચાતી મીઠાઈમાંથી વંદો મળી આવતાં ચકચારી મચી ગઇ અને આ ઘટનાથી લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે.

પિઝા-બર્ગર બાદ હવે મિઠાઇની આસપાસ વંદો

એક જાગ્રત નાગરિક દ્વારા વીડિયો લઇ વાયરલ કરાયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ અને ડેરીમાં તપાસ હાથ ધરી કાજુ રોલ સહિત મીઠાઈના નમૂના લેવામાં આવ્યા. પાલનપુર પાટિયાની વિજય ડેરીમાં મીઠાઈમાં વંદા ફરી રહ્યા હોવાનું એક જાગ્રત નાગરિક દ્વારા કેમેરામાં કેદ કરી લીધા બાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાયુ અને તે બાદ હવે સુરતના આરોગ્ય વિભાગ પર આંગળીઓ ઊઠી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોગ્યતંત્ર ઘોર નિદ્રામાં છે, જીવાતવાળી મીઠાઈ જો કોઇ ખાઇને બીમાર પડે તો એનાથી તેમને ફરક નથી પડતો.

આરોગ્ય વિભાગ હરકતમાં 

જો કે આ વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ હતુ અને ડેરી પર દરોડા પાડ્યા હતા. હાલમાં તો કાજુરોલ સહિત મીઠાઈના નમૂના લેવામાં આવ્યા છે અને તપાસ અર્થે લેબ મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની તપાસમાં આવી કોઈ ક્ષતિ નહિ મળી છતાં તંત્ર દ્વારા આરોગ્યલક્ષી નોટિસ પાઠવવામાં આવી છે. જણાવી દઇએ કે, આ પહેલા અમદાવાદમાંથી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાના ઘણા કિસ્સા સામે આવ્યા હતા.

Shah Jina