સુરતની આ ગુજ્જુ ગર્લ બની “મિસ ટીન ઇન્ડિયા”, 16 વર્ષની નાની એવી ઉંમરમાં જ મેળવ્યો તાજ

ગુજરાતીઓના ડંકાઓ તો દુનિયાભરમાં વાગે છે એ વાતમાં કોઈ નવાઈ નથી, પરંતુ આજે અમે તમને જે ખબર સંભળાવવાના છીએ તે સાંભળીને તમે પણ ખુશીથી ઝૂમી ઉઠશો, કારણ કે ગુજરાતની એક 16 વર્ષની દીકરીએ જ સમગ્ર દેશમાં ગુજરાતનું નામ ગર્વથી રોશન કરી દીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી શ્રદ્ધા પટેલે માત્ર 16 વર્ષની ઉંમરમાં જ “મિસ ટીન ઇન્ડિયા”નો ખિતાબ મળેવી તેના પરિવાર સાથે ગુજરાતનું માથું પણ ગર્વથી ઊંચું કરી દીધું છે.ચાર રાઉન્ડમાં યોજાયેલી આ સ્પર્ધામાં શ્રદ્ધા પહેલા નંબરે રહી હતી અને તેના માથા ઉપર “મિસ ટીન ઇન્ડિયા”નો તાજ મુકવામાં આવ્યો હતો.

“મિસ ટીન ઇન્ડિયા”ની સ્પર્ધાનું આયોજન આગ્રામાં 1 ઓગસ્ટથી 6 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની વિજેતા બનનાર શ્રદ્ધાનું કહેવું છે કે, “મેં સોશિયલ મીડિયાના મારફતે આ સ્પર્ધા વિષે જાણ્યું હતું. બાદમાં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.”

તેને આગળ જણાવ્યું હતું કે, “શરૂઆતમાં મને 28માં ક્રમાંક પર સિલેક્ટ કરવામાં આવી હતી. જો કે, બાદમાં આગ્રામાં યોજાયેલા ફોટોશૂટ રાઉન્ડ અને ક્વેશન આન્સરથી લઈને કુલ ચાર રાઉન્ડમાં મારૂં પર્ફોમન્સ સારૂં લાગતાં મને સ્પર્ધામાં વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.”

ધોરણ 11માં ભણતી શ્રદ્ધાએ આ સ્પર્ધાને જીતવા માટે ખુબ જ મહેનત કરી છે. આ સ્પર્ધામાં તેની સાથે બીજા 1000 પ્રતિસ્પર્ધીઓ હતા, અને તેમની વચ્ચે કેટ વૉક, જનરલ નોલેજ સહિત અલગ અલગ 4 રાઉન્ડ  રાખવામાં આવ્યા હતા.

આ બધા જ રાઉન્ડને પાર કરતા કરતા શ્રદ્ધા આગળ આવી અને આખરે તેને “મિસ ટીન ઇન્ડિયા”નો તાજ મળી ગયો. શ્રદ્ધાની આ જીતને લઈને તેનો પરિવાર પણ ખુબ જ ખુશ છે. તો શ્રદ્ધાએ ગુજરાતનું નામ પણ ગર્વથી રોશન કર્યું છે.

Niraj Patel