સુરતમાં એક મોડલ તરીકે કામ કરતી યુવતીએ ખાધો ગળે ફાંસો, પ્રેમ પ્રકરણની આશંકા, જુઓ રડાવી દેતો વીડિયો

Source : ક્રાઈમ / સુરતમાં મોડલની ઘરે લટકતી લાશ મળી, મિલ કામદારની એકની એક દીકરીએ આયખું ટૂંકાવ્યું, આપઘાતનું કારણ ચર્ચામાં
રાત્રે ઘરે મોડી આવી અને સવારે તો…:સુરતના વેસુમાં મોડલ તાન્યા ભવાનીસિંગે ફાંસો ખાધો, પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાની આશંકા

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતના વેસુ વિસ્તારમાંથી આપઘાતની ઘટના સામે આવી છે. હેપ્પી એલિગન્સ રેસિડેન્સીમાં 28 વર્ષીય મોડેલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ. પ્રાથમિક માહિતી અનુસાર, મોડેલે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.

તસવીર સૌજન્ય : વીટીવી ગુજરાતી

મોડલનું નામ તાન્યા સિંગ હોવાનું અને તેનું મૂળ વતન રાજસ્થાન હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ તો મોડલના આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હાલ તો મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

તસવીર સૌજન્ય : વીટીવી ગુજરાતી

વહાલસોયી દીકરીના આપઘાતને પગલે પરિવાર આઘાતમાં છે. મોડલ તાન્યા પિતા મિલમાં કામ કરી ગુજરાન ચલાવે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી વધારવા સતત કામ કરી રહી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ગત રોજ રાત્રે તાન્યા ઘરે મોડી લેટ આવી અને પછી ઘરમાં જ આપઘાત કરી લીધો. સવારમાં જ્યારે પરિવારે દીકરીને જોઇ તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ. તાન્યા લટકતી હાલતમાં મળી આવી હતી અને પરિવાર જોઇને ચોંકી ઊઠ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina