સુરતમાં RTO ઈન્સ્પેક્ટરને પત્નીએ પકડાવ્યો, અન્ય મહિલા સાથે રહેતો હોવાના લગાવ્યા આરોપ
ગુજરાતમાંથી ઘણીવાર પતિ-પત્ની અને વોના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી. RTO ઇન્સ્પેક્ટર અને તેમની પત્ની વચ્ચે તકરાર થઇ હતી. પતિનું અન્ય મહિલા સાથે અફેર હોવાની જાણ થતા પત્નીએ તે પકડી પાડ્યુ. પત્નીએ પોલીસ સાથે પહોચી પતિને અન્ય મહિલાના ઘરેથી પકડ્યા અને પતિનો વીડિયો બનાવી વાયરલ કરી દીધો.
ત્યારે અન્ય મહિલા સાથે પતિ ઝડપાવાના મુદ્દે પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ઉમરા પોલીસ મથકે પહોચ્યો અને પતિ અન્ય મહિલા સાથે રહેતો હોવાનો પત્નીએ આરોપ લગાવ્યો. મહિલાએ જણાવ્યું હતુ કે તેનો પતિ આરટીઓ ઇન્સપેક્ટર છે, અને તેને અન્ય મહિલા સાથે રંગેહાથ પકડી પાડવામાં આવ્યો. તેણે કહ્યુ- મારી માંગણી છે કે મને પૂરતો ન્યાય મળે, અને છેલ્લા એક વર્ષથી મારા પતિએ મને મારા બાળક સાથે કાઢી મુકી હતી.
મારે તેમની સામે એટ્રોસીટીનો કેસ કરવો છે. સાસુ અને સસરાએ મને માર માર્યો છે, ત્યારે આ બાબતે હું ન્યાયની માંગણી કરું છું. જણાવી દઇએ કે, મહિલાનો પતિ અડાજણ પાલમાં આરટીઓ ઇન્સ્પેક્ટર તરિકે ફરજ બજાવે છે. બંનેના લગ્ન વર્ષ 2020માં થયા હતા અને તેમને સંતાનમાં ચાર વર્ષનો દીકરો છે.
— jaydeep shah (@jaydeepvtv) January 9, 2025