કામની આળસુ ગુજરાતી મહિલાઓ સાવધાન થઇ જજો: આ માં દીકરીએ એવા એવા કાંડ કર્યા કે જાણીને રુવાડા ઉભા થઇ જશે
ગુજરાતમાંથી ઘણીવાર ચોરી અને લૂંટફાટના કિસ્સા સામે આવે છે, જેમાં કોઇ અજાણી વ્યક્તિ દ્વારા કોઇ ઘરે અથવા ઓફિસ કે પછી જ્વેલરીની દુકાનમાં અથવા તો કોઇ જાણભેદા દ્વારા ઘરમાં જ ચોરી કરવામાં આવતી હોય છે. પણ હાલ જે કિસ્સો ચોરીનો સામે આવ્યો તેમાં કામના પહેલા જ દિવસે બે નોકરાણીએ માલિકના ઘરમાંથી લાખોની ચોરી કરી. સુરતના
ભટારના એક વેપારીના ઘરે કામ પર આવેલ એક મા-દીકરીની જોડી પહેલા જ દિવસે તિજોરીમાંથી રોકડ અને દાગીના મળી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગઇ.
ઘરમાં ચોરી થયાની જાણ થતા જ પરિવારે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી કરી અને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી. ભટારમાં ઉદયદીપ એપાર્ટમેન્ટ ઉમાભવન પાસે રહેતા નારાયણભાઇ પ્રસાદે ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી. ફરિયાદમાં તેઓએ જણાવ્યુ હતુ કે, 13 ફેબ્રુઆરીના રોજ એક મહિલા તેમના ઘરે આવી અને નોકરીએ રહેવું છે તેમ કહ્યુ.
આ મહિલા અને તેની દીકરી પાસે આઇકાર્ડ માંગતા તેને પોતાનું નામ રોજી જણાવ્યુ અને 13મી તારીખે એટલે કે નોકરીના પહેલા જ દિવસે તેમણે ઘરની રેકી કરી અને બીજા દિવસે જ્યારે ફરિયાદીની પત્ની મંદિરે ગયા અને ભાઇ ઘરે પૂજા કરી રહ્યા હતા તે સમય દરમિયાન મા-દીકરીએ ઘરમાંથી ત્રણ લાખ રોકડ, 25 ગ્રામ સોનુ મળી લાખો રૂપિયાની ચોરી કરી લીધી અને ફરાર થઇ ગયા. જ્યારે ભાઇએ પૂજા કરીને જોયુ ત્યારે ઘરમાં દાગીના અને રોકડ ન મળી આવતા અને ચોરી થયાની જાણ થતા પરિવારે પોલિસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવી.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં આવી ઘટનાઓ ના બને તે માટે થઇને સુરત પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પડાયુ છે, જેમાં ઘરમાં જે પણ કામ કરવા આવે તે ઘરઘાટીની સંપૂર્ણ વિગત પોલીસને આપો. જો કે, મોટાભાગના લોકો આ જાહેરનામાનો અમલ નથી કરતા અને તેને કારણે જ ચોરી જેવી ઘટના બની છે.