સુરતની 19 વર્ષની દીકરીએ “પ્રેમ લગ્ન” કર્યા, ફક્ત 3 જ દિવસમાં ઘરે પાછી આવી ગઈ..! હવે પ્રેમીની કાળી કરતુત જણાવી

પ્રેમ લગ્ન માટે માતા-પિતાને ઠોકર મારતા પહેલા આ કિસ્સો જોઈ લેજો, સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયા બાદ યુવતીએ ભાગીને લગ્ન કર્યા, હવે ભારે પસ્તાઈ રહી છે

ગુજરાતમાંથી અવાર નવાર પ્રેમ સંબંધમાં ધાક ધમકીઓ આપવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આજ કાલ તો જમાનો સોશિયલ મીડિયાનો છે અને ઘણીવાર સોશિયલ મીડિયા થકી કોઇ યુવક યુવતિને પ્રેમ સંબંધ પણ બંધાઇ જતા હોય છે, ત્યારે સુરતના વરાછામાંથી હાલ પ્રેમ લગ્નનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી યુવકે પોતે ધનાઢ્ય પરિવારનો હોવાનું કહી યુવતિને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ યુવતિને પતિની હકીકતની જાણ થતા તે તેને તરછોડીને ચાલી ગઈ હતી. આ યુવતિએ એક વીડિયો બનાવી પોતાનું દર્દ વ્યક્ત કર્યુ હતુ.

representative image

યુવતિએ ચિઠ્ઠી મોકલાવી મોંઢા પર એસિડ ફેંકી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પતિ વિરૂધ્ધ વરાછા પોલીસમાં દાખલ કરાવી છે. સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમસંબંધ બંધાયા બાદ ભાગીને લગ્ન કરનાર પતિ-પત્નીએ એકબીજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરતના વરાછામાં રહેતી યુવતિ મૂળ ભાવનગરના તળાજાના વતની છે. તે છેલ્લા ઘણા સમયથી સુરતમાં રહે છે અને તેને આઠ માસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર વિશાલ સોલંકી જે મહુવા તાલુકાના ભાવનગર ખાતેનો રહેવાસી છે તેની સાથે તેનો પરિચય થયો હતો.

representative image

ઇન્સ્ચાગ્રામ પર બંને મળેલા અને તે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો, જે બાદ વિશાલ પોતે સુખી સંપન્ન પરિવારનો હોવાની વાતો કરતો. બંને વચ્ચે પ્રેમ હોવાને કારણે બંનેએ ભાગીને કામરેજ ખાતે કાળભૈરવ દાદાના મંદિરમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેઓ સચીન જીઆઇડીસી ખાતે કોઈ ખાતામાં બે દિવસ રોકાયા હતા. આ દરમિયાન જ યુવતિને જાણ થઇ કે વિશાલે તો તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. વિશાલ તેને ખોટા સપના દેખાડે છે, તેની પાસે કોઇ મિલકત નથી. તેથી તેને પોતાના પિતાને ફોન કરી પિયર રહેવા આવી ગઈ હતી.

representative image

ત્યારબાદ તેને વિશાલ પાસે છૂટાછેડાની માંગણી કરી હતી જો કે તે છૂટાછેડા આપતો ન હતો. બે દિવસ અગાઉ તે તેની ભાભી સાથે સોસાયટીના ગેટ પાસે રિક્ષામાંથી નીચે ઉતરી હતી ત્યારે તેના પગ પાસે અજ્ઞાત વ્યક્તિએ ચિઠ્ઠી ફેંકી હતી અને આ ચિઠ્ઠીમાં યુવતિને મોંઢા પર એસિડ ફેંકી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી આ ચિઠ્ઠી વિશાલ સોલંકીએ મોકલાવ્યાની શંકા વ્યક્ત કરતી ફરિયાદ યુવતિએ વરાછા પોલીસ સ્ટેશને નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે યુવતિએ વિશાલ વિરૂધ્ધ ભાવનગર પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે. જ્યારે વિશાલે પણ પત્ની માનસિક ત્રાસ આપતી હોવાની અરજી ભાવનગર પોલીસમાં કરી છે. આ યુવતિએ એક વીડિયો ઉતાર્યો હતો, તેમાં તેણે કહ્યુ હતુ કે તેને પૂરે પૂરો ન્યાય મળવો જોઇએ અને તેણે એમ પણ કહ્યુ કે, ઘણી છોકરીઓ ચૂપ રહે છે પણ હું ચૂપ નહિ રહુ.

Shah Jina