સુરતમાં ભાગીદારોના બ્લેકમેઇલથી કંટાળેલા યુવકે મોતને વહાલું કર્યું,જુઓ અંતિમ વીડિયો “મારા ગયા પછી મારી માને સાચવજો.”

પૂર્વ ભાગીદારોના ત્રાસથી કંટાળેલા યુવકે ઝેરી દવા ગટગટાવીને જિંદગીનો આણ્યો અંત, વીડિયો શેર કરીને જણાવી હકીકત, માતાને કહ્યું સોરી… જુઓ વીડિયો

Surat hotel owner commits suicide : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે અને ખાસ કરીને યુવાનો આપઘાત કરતા વધુ જોવા મળે છે. ત્યારે મોટાભાગના આપઘાત પાછળનું કારણ પ્રેમ પ્રસંગો અથવા તો કોઈની હેરાનગતિ હોવાનું સામે આવૅ છે, ત્યારે હાલ એવી જ એક ખબર સુરતમાંથી સામે આવી છે, જેમાં એક 25 વર્ષના હોટલ માલિકે પોતાના ભાગીદારોના બ્લેકમેઈલિંગથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લીધો.

આપઘાત કરતા પહેલા બનાવ્યો વીડિયો :

યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં યુવક જણાવી રહ્યો છે કે, “જય શ્રીક્રૃષ્ણ, કદાચ તમે જ્યારે આ વીડિયો જોતા હશો ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. મારા ગયા પછી મારી માને સાચવજો, મારા પછી તેમનું કોઈ નથી.” યુવકનું નામ શુભમ રામાણી છે. વીડિયોમાં તેને પૂર્વ હોટલ ભાગીદાર ભાર્ગવ અને જાગા ખોટી રીતે હેરાનગતિ અને બ્લેકમેઇલ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા.

ટૂંકી સારવાર બાદ મોત :

શુભમ રામાણીએ પોતાના ઘરે ઝેરી દવા પી લેવાના કારણે ઊલટી થતાં પરિવાર દ્વારા તેને સુરત સિટીની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન હોટલમાલિક યુવકનું મોત નીપજ્યું હતું. જુવાન જોધ દીકરાએ આપઘાત કરી જીવન ટૂંકાવતાં પરિવાર શોકમાં ડૂબી ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ હતી. જેના બાદ પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

સોશિયલ મીડિયામાં શેર કર્યો વીડિયો :

યુવક વીડિયોમાં જણાવી રહ્યો છે કે, ” કદાચ આ વીડિયો તમે જોશો હશો ત્યારે એ સમયે હું કદાચ આ દુનિયામાં ના પણ હોઉં, વીડિયો માધ્યમથી હું તમને એ કહેવા માગું છું જે હું કોઈને દિલ ખોલી કહી નથી શકતો. અજાણ્યા માણસ પર ભરોસો ક્યારેય ન કરાય, એ ભરોસો તમને ક્યારેક લઈ ડૂબે, આવી જ હાલત મારી છે. મેં હોટલ ચાલુ કરી ત્યારે બે માણસો ભાર્ગવ અને જાગો પર ભરોસો કર્યો હતો. જે રીતે એ સમયસંજોગ પ્રમાણે છૂટા પડી ગયા હતા, પણ એ લોકો છુટ્ટા પડ્યા બાદ પણ એ લોકોનું બ્લેકમેઇલ, ટોર્ચરિંગ એ હદ સુધી હતું છેલ્લે કોઈ સોલ્યુશન આવ્યું નહિ અને મારે આ પગલું ભરવું પડ્યું. ખાસ તો હું આ બન્ને વ્યક્તિઓથી એટલો પરેશાન હતો કે મારે આ પગલું ભરવું પડ્યું.”

જણાવ્યું આપઘાતનું કારણ :

તેને આગળ એમ પણ જણાવ્યું કે, “ખાસ એ વાતનો વધારે દુઃખી છું, કેમ કે મા બધાને પ્રિય હોય છે, પરંતુ હું થોડો એટલો વધારે દુઃખી છું, કેમ કે મારા પછી મારાં મમ્મીનું બીજું કોઈ નથી આ દુનિયામાં. મારી પાસે કોઈ ઓપ્શન નથી. મેં મારી રીતે ઘણી મહેનત કરી, ઘણા પ્રયત્નો કર્યા પણ અંતે મને નિષ્ફળતા જ હાથ લાગી. એવું નથી કે મેં નથી મહેનત કરી, મારા બધા મિત્રોને ખબર છે કે મેં ઘણી મહેનત કરી છે, પણ નિષ્ફળતાનો ભાગીદાર હું પોતાને જ સમજું છું. ”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પૂર્વ ભાગીદારોનો હતો ત્રાસ :

“એમાં મારા સિવાય બીજા કોઈનો વાંક નથી, પરંતુ ખાસ આ બે વ્યક્તિઓને કારણે હું આ પગલું ભરું છું. મમ્મી, ખાસ મને માફ કરી દેજો, કેમ કે આ જન્મ તો શું આવતા 7 જન્મમાં પણ હું તમારો ઋણ ક્યારેય ઉતારી નહીં શકું. મને ખબર છે કે આ વીડિયો જોઈ તમારી શું હાલત થશે, પણ ત્યારે તમારી સાથે હું નહીં હોઉં. મારા બધા મિત્રો, મારા ગયા પછી હમદર્દી દેખાડ્યા કરતાં મારા મમ્મીનું ધ્યાન રાખજો. બસ, આનાથી વધારે મારે કંઈ નથી જોઈતું. મા હવે જે થયું એ અથવા તો આ વીડિયો પછી જે થશે એ બસ સાચવજે, મા.”

Niraj Patel